Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

આઈપીએલમાં 4000 રન બનાવનાર ચોથો બેટ્સમેન બન્યો રોબિન ઉથપ્પા

નવી દિલ્હી:આઈપીએલ-૧૧માં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાંથી રમી રહેલા રોબિન ઉથપ્પા આઈપીએલમાં ચાર હજાર રન પુરા કરનાર છઠ્ઠા બેટ્સમેન બની ગયો છે. રોબીન ઉથપ્પા મુંબઈ ઇન્ડિયન્સ સામે જ્યારે ૧૯ રન પર રમી રહ્યો હતો ત્યારે તેણે આ સિદ્ધિ પોતાના નામે કરી હતી. રોબીન ઉથપ્પાના હવે ૧૫૯ મેચમાં ૨૯ની એવરજથી ૪૦૩૯ રન થઈ ગયા છે. જેમાં ૨૩ અડધી સદીનો પણ સમાવેશ થાય છે. તેણે ૧૫૩ ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. 
સૌથી ઓછી ઇનિંગમાં ચાર હજાર રન પુરા કરવાનો રેકોર્ડ ડેવિડ વોર્નરના નામે છે. ડેવિડ વોર્નરે ૧૧૪ ઇનિંગમાં જ ચાર હજાર રન પુરા કર્યા હતાં. ત્યાર બાદ વિરાટ કોહલીનું નામ આવે છે જેણે ૧૨૮ ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. 
જ્યારે ૧૪૦ ઇનિંગની સાથે સુરેશ રૈના અને ગૌતમ ગંભીર ૧૪૭ ઇનિંગની સાથે રોહિત શર્માએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. મુંબઈ ઇન્ડિયન્સે તેની સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાયેલી મેચમાં જીતની સાથે સતત સાત જીત મેળવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ યાદીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સૌથી ઉપર ચાલી રહી છે જેણે દિલ્હીને ૨૦૧૧-૨૦૧૫ સિઝનમાં સતત આઠ વખત હરાવ્યું છે. ત્યાર બાદ કોલકાતા નાઈટ રાઈડર્સે ૨૦૧૪-૨૦૧૭માં કિંગ્સ ઈલેવન પંજાબને આઠ વખત સતત હરાવ્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સ પણ દિલ્હીને સાત વખત સતત હરાવી ચુક્યું છે

 

(4:02 pm IST)