Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

આઇપીએલ 11માં સિક્સર ફટકારવાનો 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

નવી દિલ્હી:ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ)ની ૧૧મી સિઝનમાં જે પ્રમાણે છગ્ગા ફટાકારવામાં આવી રહ્યા છે. તે જોતો છગ્ગાનો વરસાદ કહીએ તો અતિશ્યોક્તિ નહી ગણાય. ઓ વખતે છગ્ગાઓનો વરસોદ એટલો મોટાપાયે થઈ રહ્યો છે કે છેલ્લા ૧૦ વર્ષનો રકોર્ડ ટુટી ગયો છે. 
રવિવોર કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલ મેચ સુધીમાં ટુર્નામેન્ટમાં કુલ ૫૫૫ છગ્ગા લાગી ચુક્યા છે. જે અત્યાર સુધી આઈપીએલના ઈતિહાસમાં ઓટલી મેચમાં લાગેલા સૌથી વધારે છગ્ગા છે. ઓ સિઝનમાં ૩૪ મેચની ૬૭મી ઈનિંગમાં જ ૫૦૦ છગ્ગાનો આંકડો પાર થઈ ગયો હતો. 
આ પહેલા ૫૦૦ છગ્ગાનો આંકડો ઝડપથી પાર કરવાનો રેકોર્ડ ૨૦૧૭માં બન્યો હતો. જેમાં ૫૦૦ છગ્ગાનો આંકડો પાર કરવાામાં ૪૧ મેચનો સમય લાગ્યો હતો. જ્યોરે સૌથી ધીમી ઝડપે ૫૦૦ છગ્ગોનો આંકડો પાર કરવાનો રેકોર્ડ ૨૦૧૧માં બન્યો હતો. ત્યારે ૫૦૦ છગ્ગાના આંકડાને પાર કરતા કરતા ૬૦ મેચ સુધીનો સમય લાગી ગયો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ છગ્ગા લગાવવા મામલે આ વખતે ટોપ પર છે. ઓ વખતે લાગેલો ૫૫૫ છગ્ગામાંથી ૧૦૧ છગ્ગા એકલી ચેન્નાઈની ટીમ દ્વારા લગાવવામાં આવ્યા છે. જ્યાં સુધી દેશી અને વિદેશી ખેલાડીઓનો સવાલ છે તો ૪૦ ભારતીય બેસ્ટમેન ઓ સિઝનમાં ૩૦૦થી વધુ છગ્ગા ફટકોરી ચુકયા છે. જ્યોરે ૩૧ વિદેશી ખેલાડીઓ કુલ મળીને ૨૫૦થી વધુ છગ્ગા ફટકારી ચુક્યો છે. જે જોતા આ વખતે ઓઈપીએલમાં છગ્ગનો આંકડો ૯૦૦ સુધી પહોંચી શકે છે.

(4:02 pm IST)