Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ફોન કરતા ફિટનેસ પર વધુ ધ્યાન આપવું જોઈએ: વિરાટ કોહલી

નવી દિલ્હી:સોશિયલ મીડિયાના પ્રભાવમાં આપણા જીવનમાં શું વધુ અગત્યનું છે તે ભૂલી  રહ્યા છીએ. આપણે સોશિયલ મીડિયાને સ્થાને ફિટનેસ પાછળ વધુ સમય આપવો જોઇએ. ફિટ હશો તો જ જીવનમાં કંઇપણ કરી શકશો તેમ વિરાટ કોહલીનું માનવું છે. બાળકોએ ટાઇમ ટેબલ બનાવી તેનો ચુસ્ત અમલ કરવો જોઇએ. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે, 'આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ના હોત તો પણ હું મારી ફિટનેસ પાછળ આટલી જ મહેનત કરતો હોત. એક સર્વેમાં સામે આવ્યું હતું કે વ્યક્તિ સામાન્ય રીતે દિવસના ચારથી પાંચ કલાક મોબાઇલ ફોનને આપે છે. મોબાઇલ ફોન ઉપયોગને સ્થાને દૂષણ બની રહ્યો છે. લોકો પોતાના માટે શું મહત્વનું છે તે પણ ભૂલી રહ્યા છે. હકીકતમાં વ્યક્તિએ સોશિયલ મીડિયા કે મોબાઇલ કરતા પોતાની ફિટનેસ કે કંઇક નવું શિખવા ઉપર વધારે સમય ફાળવવો જોઇએ

(3:59 pm IST)