Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

પૂજારાની ટીમ ૫૦ રનમાં ઢાળીયો, આમ છતાં યોર્કશર મેચ જીત્યુ

ચેતેશ્વરે ૯ અને ૪૧ રન બનાવ્યા હતા

ચેમ્સફોર્ડ : યોર્કશરની ટીમ કાઉન્ટી ચેમ્પિયનશીપ ડિવીઝનમાં અસેકસ સામે પ્રથમ ઈનિંગમાં માત્ર ૫૦ રનમાં જ આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ. આમ છતાં જબરદસ્ત પ્રદર્શન સાથે ૯૧ રનથી જીતી ગયુ હતું.

ભારતીય ટેસ્ટ ટીમના ખેલાડી ચેતેશ્વર પૂજારાની યોર્કશર પ્રથમ ઈનિંગમાં ૧૮.૪ ઓવરમાં માત્ર ૫૦ રનમાં જ ઓલઆઉટ થઈ ગયુ હતું. પૂજારા માત્ર ૯ રન બનાવી શકયો હતો. જયારે કેપ્ટન ગેરી બેલેન્સે સૌથી વધુ ૨૨ રન બનાવ્યા હતા. જવાબમાં એસેકસની ટીમ ૧૪૨ રન બનાવતા ૯૨ રનની લીડ મળી હતી. યોર્કશરે બીજી ઈનિંગમાં હૈરીબ્રુકની શાનદાર સદી (૧૨૪ રન)ની મદદથી ૩૨૯ રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં પૂજારાએ ૮૪ બોલમાં ૪૧ રન કર્યા હતા.

(1:31 pm IST)