Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

દબાણમાં ધોની જેવો જ શાંત રહે છે વિલિયમસન : ગાવસ્કર

બોલ ટેમ્પરીંગને મામલે ડેવિડ વોર્નર પર મૂકવામાં આવેલા પ્રતિબંધ બાદ ન્યુઝીલેન્ડના કેન વિલિયમસનને હૈદ્રાબાદની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જેણે શાનદાર નેતૃત્વ ક્ષમતા દેખાડીને ટીમને આઈપીએલના પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર પહોંચાડી છે. એવી પરિસ્થિતિમાં સુનિલ ગાવસ્કરને તેનામાં મહેન્દ્રસિંહ ધોનીની ઝલક દેખાય છે. ગાવસ્કરે કહ્યું હતું કે વિલિયમસન પણ દબાણ વખતે ધોની જેવો જ શાંત રહે છે, જેનો સીધો ફાયદો તેની ટીમને થાય છે. આ સીઝન પહેલા વોર્નરની કેપ્ટન્સીમાં વિલિયમ્સનને વધુ રમવાની તક મળી નહોતી, કારણ કે ટીમમાં વિદેશી ખેલાડીઓની એક લિમિટ હોય છે. પરંતુ હવે તક મળતા વિલિયમ્સને જાતને સાબિત કરી હતી. ગાવસ્કરને હૈદ્રાબાદની સમગ્ર ટીમની રમત પસંદ છે. આ ટીમ ઓછા સ્કોરનો બચાવ કરવામાં અને મોટા લક્ષ્યાંક સુધી પહોંચવાની તાકાત ધરાવે છે.

(1:30 pm IST)