Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

પોલાર્ડનો કવોરેન્ટાઈન પિરીયડ પૂરોઃ મુંબઈ ટીમ સાથે જોડાયો

ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ આવતી કાલે ૧૪મી સીઝનની પહેલી મેચમાં રોૅયલ ચેલેન્જર્સ બૅન્ગલોર સામે ટકરાશે. આ ટકકર પહેલાં ટીમનો જાયન્ટ ઓલરાઉન્ડર કીરોન પોલાર્ડ તેનો સાત દિવસનો કવૉરન્ટીન પિરિયડ સમાપ્ત કરીને ટીમ સાથે જોડાઈ ગયો હતો. ચેન્નઈમાં મુંબઈ કેમ્પમાં પોલાર્ડ ક્યાંય નજરે ન પડતાં સોશ્યલ મીડિયામાં એવી ચર્ચા થવા લાગી હતી કે ટુર્નામેન્ટમાં મોડેથી સામેલ થશે.

(3:36 pm IST)
  • મહારાષ્ટ્રમાં કોરોના ગાંડોતૂર બનતા દેશમાં અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 લાખને પાર પહોંચ્યો :વધુ 684 દર્દીઓના મોત: રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,26,265 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,29,26,061 થઇ :એક્ટિવ કેસ 9,05,021 થયા વધુ 59,132 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,18,48,905 થયા :વધુ 684 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,66,892 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 59,907 નવા કેસ નોંધાયા access_time 12:51 am IST

  • ભાજપના વધુ એક ધારાસભ્યને કોરોના વળગ્યો : વડોદરા ભાજપના ધારાસભ્ય મનીષા વકીલને કોરોના પોઝિટિવ આવ્યો છે. access_time 4:14 pm IST

  • રાજકોટમાં વધુ બે સ્થળોઍ ટેસ્ટીંગ બુથ શરૂ કરાશે : શહેરમાં છેલ્લા ૧૦ દિવસથી કોરોનાઍ હાહાકાર મચાવતા ગઈકાલે ૩ સ્થળોઍ બુથ શરૂ કરાયા છે ત્યારે આજે વધુ ૨ સ્થળો સામાકાંઠે અને સોરઠીયા વાડી ઍમ બે સ્થળોઍ ટેસ્ટીંગ બુથ શરૂ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરાશે : શહેરમાં હાલમાં ૮ બુથ કાર્યરત છે access_time 12:02 pm IST