Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

દિલ્હીમાં ૨ તબક્કામાં યોજાનાર શુટિંગ વિશ્વકપ રદઃ ભારતીય રાઇફલ સંઘના સચિવ રાજીવ ભાટિયાની જાહેરાત

નવી દિલ્હીઃ ભારતની રાજધાનીમાં બે તબક્કામાં યોજાનાર શૂટિંગ વિશ્વકપને રદ્દ કરી દેવામાં આવ્યો છે. ભારતીય રાઇફલ સંઘ (એનઆરએઆઈ)ના સચિવ રાજીવ ભાટિયાએ સોમવારે આ વાતની જાણકારી આપી હતી.

ભાટિયાએ આઈએનએએસને કહ્યું, 'નવી તારીખની જાહેરાત થઈ નથી. ટૂર્નામેન્ટ રદ્દ કરી દેવામાં આવી છે. મને નથી લાગતું કે આ વર્ષે ટૂર્નામેન્ટનું આયોજન થઈ શકશે. નવી દિલ્હી-2020 વિશ્વ કપને રદ્દ કરી દેવામાં આવ્યો છે.'

આંતરરાષ્ટ્રીય શૂટિંગ એસોસિએશન (આઈએસએસએફ)એ સોમવારે એક નિવેદનમાં કહ્યું કે, રાઇફલ, પિસ્તોલ અને શોટગન તબક્કા રદ્દ કરી દેવામાં આવ્યા છે. નિવેદન પ્રમાણે, કોવિડ19ને કારણે દિલ્હી આયોજન સમિતિએ રાઇફલ/પિસ્તોલ અને શોટગન વિશ્વકપ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આ બંન્ને વિશ્વકપ નવી દિલ્હીમાં યોજાવાના હતા. રાઇફલ અને પિસ્તોલ વિશ્વકપ 5 મેથી 13 મેચ વચ્ચે યોજાવાનો હતો. જ્યારે શોટગન વિશ્વકપ 20થી 29 મે વચ્ચે રમાવાનો હતો.

આ સિવાય 22 જૂનથી ત્રણ જુલઈ સુધી રમાનાર બાકુ વિશ્વકપ પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે.

(4:24 pm IST)