Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

આઈપીએલ ડીલને નુકશાન ન પહોંચે એ માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો કોહલીને ગાળ આપતાં બીવે છેઃ કલાર્ક

ભારતીય ખેલાડીઓ સાથે નરમાશથી વર્તન કરે છેઃ આવા સ્વભાવના લીધે ટીમ પોતાની ઓળખ ગુમાવી રહી છે

મેલબર્નઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ કલાર્કનું કહેવું છે કે પોતાની આઈપીએલ ડીલને નુકશાન ન પહોંચે એ માટે ઘણા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ કોહલીને ગાળ આપતાં ડરે છે.

આઈપીએલ વિશે વાત કરતાં કલાર્કે કહ્યું કે દરેક લોકો જાણે છે કે આઈપીએલને લીધે નાણાકીય દ્રષ્ટિએ ભારત કેટલું મહત્વનું છે. મારા ખ્યાલથી ઓસ્ટ્રેલિયાના ઘણા ખરા  અને અન્ય ટીમના ખેલાડીઓ ભારતીય ટીમ સામે નરમાશથી વર્તન કરી રહ્યા છે. તેઓ વિરાટ કોહલી અને ઈન્ડિયાના ક્રિકેટરોેએ લોકો સાથે જ આઈપીએલમાં રમવાનું છે. તેઓ ૧૦ ઓસ્ટ્રેલિયન પ્લેયરો એમ વિચારે છે કે મારે કોહલીને ગાળ નથી આપવી, પણ હું બસ એટલું ઈચ્છું કે એ મને બેન્ગલોરની ટીમમાં ૧૦  લાખ ડોલરમાં ખરીદી લે.કલાર્કના મતે ઓસ્ટ્રેલિયન પ્લેયરોના આવા સ્વભાવને લીધે તેમને ટીમ પોતાની મજબૂત અને નિર્દયતાની ઓળખાણ ગુમાવી રહી છે. સામા પક્ષે કોહલીના સંબંધ પણ શરૂઆતમાં કલાર્ક સાથે ખાટા- મીઠા રહ્યા હતા.

(3:26 pm IST)