Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

જોસ બટલરે વર્લ્ડ કપ ફાઈનલમાં પહેરેલી જર્સીથી હોસ્પિટલ માટે એકઠા કર્યા ૬૫,૦૦૦ પાઉન્ડ

તેમને રકમ લંડનના રોયલ બ્રામ્પટન અને હર્ટફિલ્ડ હોસ્પિટલ માટે એકઠી કરી

ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરે છેલ્લા વર્ષે વર્લ્ડ ફાઈનલમાં પહેરેલીજર્સીની હરાજીથી કોરોના વાયરસ સામેની લડાઈમાં મદદ માટે ૬૫,૦૦૦ પાઉન્ડ (લગભગ ૬૦ લાખ રૂપિયા) થી વધુની રકમ એકઠી કરી છે. જોસ બટલરે આ જર્સી છેલ્લા વર્ષે લોર્ડ્સમાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલ ફાઈનલ દરમિયાન પહેરી હતી. તેમને રકમ લંડનના રોયલ બ્રામ્પટન અને હર્ટફિલ્ડ હોસ્પિટલ માટે એકઠી કરી છે.

આ મેચની અંતિમ બોલ પર રન આઉટ કરવા અને મેચમાં પ્રથમ અડધી સદી ફટકારનાર જોસ બટલરે એક અઠવાડિયા પહેલા ઇબે પર આ જર્સી હરાજી માટે રાખી હતી. તેની હરાજી જ્યારે મંગળવારે બંધ કરવામાં આવી, ત્યારે તેના માટે ૮૨ બોલીઓ લાગી હતી, જેમાં વિજેતાને ૬૫,૧૦૦ પાઉન્ડ ચુકવવા પડશે.

જોસ બટલર તે પ્રથમ કેપ્ટન છે, જેમને ઇંગ્લેન્ડને પ્રથમ વર્લ્ડ કપ જીતાડ્યો છે. લોર્ડ્સમાં રમાયેલી ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે નિર્ણાયક સુપરઓવરમાં જોસ બટલરે બેઈલ ઉડાડી જીત પ્રાપ્ત કરી હતી. આ ઇંગ્લેન્ડનું પ્રથમ વર્લ્ડ કપ ટાઈટલ હતું. હવે જોસ બટલરે પોતાની આ ફાઈનલ મેચની વનડે જર્સીને ઇંગ્લેન્ડના ક્રિકેટ ઇતિહાસમાં જગ્યા અપાવી દીધી છે.

તમને જણાવી દઈએ કે, જોસ બટલર બાદ મહાન ખેલાડીઓ જૈક નિકોલસન અને માઈકલ ફેલ્પ્સે કોવિડ-૧૯ મહામારી સામે લડાઈ માટે રકમ એકઠી કરવામાં મદદ માટે પોતાની યાદગાર વસ્તુઓની હરાજી કરવાનો નિર્ણય કર્યો છે. આ યાદીમાં વસીમ અકરમ અને ડેરેન ગોફ પણ જોડાઈ ગયા છે.

(12:02 pm IST)