Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

કપિલ દેવની સાથે '૮૩'ની રણવીરસિંહ તૈયારી કરી રહ્યો છે

નવીદિલ્હી,તા.૭ : અભિનેતા રણવીર સિંગ આગામી ફિલ્મ '૮૩' માટે પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી કપિલ દેવના પ્રશિક્ષણમાં હરિકેન (તોફાન) બનવાની તૈયારીમાં છે. ફિલ્મ ૧૯૮૩ ક્રિકેટ વિશ્વકપમાં ભારતની ઐતિહાસિક જીત પર આધારિત છે.

રણવીર ધર્મશાળામાં કપિલની સાથે પોતાની તસ્વીર શેર કરી છે. તસ્વીરમાં બંન્નએ ભારતીય ક્રિકેટ ટીમની બ્લૂ જર્સી પહેરી છે. કપિલ 'ગલી બોય'ના અભિનેતાને કંઇક ટિપ્સ આપતા દેખાઈ રહ્યાં છે.

રણવીરે તસ્વીરની સાથે કેપ્શનમાં લખ્યું, 'હરિકેન બની રહ્યો છું.' કપિલ દેવ. લેજન્ડ, સફર શરૂ '૮૩'. ફિલ્મમાં રણવીર સિવાય પંજક ત્રિપાઠી, સાકિબ સલીમ અને ચિરાગ પાટિલ પણ છે. ફિલ્મનું  શૂટિંગ  મેમા ં શરૂ થશે.

મહત્વનું છે કે આ ફિલ્મમાં પોતાનું શાનદાર પ્રદર્શન આપવા માટે રણવીર સિંહ લાંબા સમયથી ક્રિકેટમાં પોતાનો દાવ પેચ શીખી રહ્યો છે. રણવીરે આ કામ માટે કોઈ બીજાને કોચ નહીં પરંતુ કપિલ દેવને પસંદ કર્યાં છે. તો આપણે સમજી શકીએ કે રણવીર સિંહ કઈ હદ સુધી કપિલ દેવના દરેક મૂવને પોતાનામાં ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યો છે. જલ્દી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે.

(2:06 pm IST)