Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

સચિન તેંડુલકર ફરી ક્રિકેટ મેદાનમાં :ઓસ્ટ્રેલિયન મહિલા બોલરના પડકાર બાદ એક ઓવરનો સામનો કરશે સચિન

રવિવારે ઓવલના મેદાનમાં બ્રશફાયર રિલીફ ફંડ માટે એલિસ પેરીની બોલિંગનો મુકાબલો કરશે માસ્ટર બ્લાસ્ટર

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકાનાર સચિન તેંડુલકરે ક્રિકેટમાંથી સન્યાસ લીધો છે ત્યારે હવે સચિન તેંડુલકરે ક્રિકેટમાં પોતાની વાપસીની જાહેરાત કરી છે, સચિને ફરી એક વખત ક્રિકેટના મેદાન પર પગ રાખવાનો નિર્ણય કર્યો છે

 સચિને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર એલિસ પેરીના પડકાર પછી ક્રિકેટમાં વાપસીની વાત કહી છે. એલિસ પેરીએ સચિનને તેની એક ઓવરનો સામનો કરવાનો પડકાર આપ્યો હતો, જેને સચિને કબુલ કરી લીધો છે.
   મેલબોર્નમાં જંક્શન ઓવલ મેદાન પર રવિવારે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચે મુકાબલો થવાનો છે. આ પછી આ મેદાન પર બુશફાયર રિલીફ ફંડની મેચ થશે. જેમાં સચિન તેંડુલકર પોન્ટિંગ ઇલેવન ટીમના કોચ છે. આ મેચ પહેલા સચિને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એલિસા પેરીએ પોતાની બોલિંગનો સામનો કરવાનો પડકાર આપ્યો હતો.

   એલિસ પેરીએ શનિવારે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરતા કહ્યું હતું કે હેલ્લો સચિન, બુશફાયર મેચ દ્રારા અહીં ઓસ્ટ્રેલિયામાં તમારું સમર્થન પ્રશંસનિય છે. હું જાણું છું કે તમે એક ટીમના કોચ છો પણ અમારી ટીમના કેટલાક સાથી કાલે રાત્રે વાતચીત કરી રહ્યા હતા અને અમે વિચાર કર્યો કે એ જોવું રસપ્રદ રહેશે કે તમે એક ઓવર માટે નિવૃત્તિ માંથી વાપસી કરો અને આ મેચ ઇનિંગ્સ બ્રેક દરમિયાન થાય.

(10:45 pm IST)