Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

ઓલિમ્પિક ટોર્ચ રેલી શરૂ કરનારી પ્રથમ મહિલા બનશે કોરાકાકી

એથેન્સ : હેલેનીક ઓલિમ્પિક કમીટીએ જણાવ્યા પ્રમાણે ગ્રીક ઓલિમ્પિક શૂટીંગ ચેમ્પિયન એન્ના કોરાકાકી ઓલિમ્પિક ટોર્ચ રેલી શરૂ કરનારી પહેલી મહિલા બનશે. ૧૨ માર્ચના રોજ ટોકયો ઓલિમ્પિક ગેમ્સ માટે ઓલિમ્પિક ફલેમ લાઈટીંગ સેરેમનીમાં ટોર્ચબેરર બનનારી તે પહેલી મહિલા બનશે.

કોરાકાકીને આ ઓલિમ્પિક ફલેમ ગ્રીક અભિનેત્રી શેનથી જયોર્જીયુ આપશે. પૌરાણીક સ્ટેડિયમમાં સૂર્યપ્રકાશની મદદથી આ મશાલ પ્રગટાવવામાં આવશે. ૨૦૧૬ની રિયો ઓલિમ્પિક ગેમ્સમાં કોરાકાકીને ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. આ ઉપરાંત ૨૦૧૮માં તે વર્લ્ડ ચેમ્પિયન બની હતી.

(3:24 pm IST)