Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

24મીથી ભારતમાં ઓસ્‍ટ્રેલિયા-ભારત વચ્‍ચે ક્રિકેટ જંગઃ બે ટી-20 અને પાંચ વન-ડે મેચની સિરીઝ

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા ફરી એકવાર આમને-સામને થશે. આ વખતે મેચ ભારતમાં રમાશે. 24 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતમાં નિર્ધારિત ઓવરોની બે સિરીઝ રમશે. શરૂઆત બે ટી20 આંતરરાષ્ટ્રીય મેચથી થશે. ત્યારબાદ 2 માર્ચથી પાંચ વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ પ્રવાસને વિશ્વકપની પ્રેક્ટિસ સમજવામાં આવી રહી છે. ભારતે હાલમાં ત્રણ વનડે મેચોની સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર 2-1થી પરાજય આપ્યો હતો.

ઓસ્ટ્રેલિયાનો ભારતના પ્રવાસનો કાર્યક્રમ

ટી20 સિરીઝ

24 ફેબ્રુઆરી, પ્રથમ ટી20, વિશાખાપટ્ટનમ, સાંજે સાત કલાકે

27 ફેબ્રુઆરી, બીજી ટી20, બેંગલુરૂ,સાંજે સાત કલાકે

વનડે સિરીઝ

2 માર્ચ, પ્રથમ વનડે, હૈદરાબાદ, બપોરે 1.30 કલાકે

5 માર્ચ, બીજી વનડે, નાગપુર,   બપોરે 1.30 કલાકે

8 માર્ચ, ત્રીજી વનડે, રાંચી,      બપોરે 1.30 કલાકે

10 માર્ચ, ચોથી વનડે, મોહાલી,  બપોરે 1.30 કલાકે

13 માર્ચ, પાંચમી વનડે, દિલ્હી,   બપોરે 1.30 કલાકે

(4:54 pm IST)