Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

પૂજા મહેતાની ૪૦ + મહિલા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પસંદગી

વલસાડઃ ગોવા ખાતે રમાયેલી મહિલા ૪૦+ ની બેડમિન્ટન એસોસિયેશન ઓફ ઈન્ડિયાની ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ગુજરાત વતી રમતા વલસાડના પૂજા મહેતાએ ડબલ્સમાં ચેમ્પિયન ટ્રોફી અને સિંગલ્સમાં રનર્સ અપ ટ્રોફી અને સિંગલ્સમાં રનર્સ અપ ટ્રોફી મેળવીને કરેલા ઉત્કૃષ્ટ દેખાવને ધ્યાનમાં રાખીને પોલેન્ડ ખાતે રમાનાર ૪૦+ ની મહિલા વર્લ્ડ ચેમ્પિયનશિપ બેડમિન્ટન ટૂર્નામેન્ટ માટે તેઓની પસંદગી થઈ છે. ભારતીય મહિલા બેડમિન્ટનમાં ટોપ થ્રીમાં રહેલા તેમજ ૮ વખતના મધ્યપ્રદેશ સ્ટેટ ચેમ્પીયન રહી ચૂકેલા પૂજા મહેતાએ વલસાડના ઉદ્યોગપતિ બાબુભાઈ મહેતાના ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ પુત્ર જિનેશભાઈ મહેતા સાથે લગ્ન કરી લીધા બાદ બેડમિન્ટનની રમત છોડી દીધી. આશરે ૨૦ વર્ષ સુધી બેડમિન્ટનથી દૂર રહેલ પૂજા મહેતાએ વર્ષ ૨૦૧૭માં, ૪૨ વર્ષની ઉંમરે તેમના પતિ, પિતા સહિતના નજીકના પરિજનો તેમજ કેટલાક અંગત મિત્રોએ આપેલા પ્રોત્સાહનને કારણે ફરી એક પછી એક ટાઈટલ જીતવાનું શરૂ કર્યું.(૩૦.૧૦)

 

(3:47 pm IST)