Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

સ્મિથની સર્જરી સફળ, વર્લ્ડકપમાં રમશે

સ્ટીવન સ્મિથ પર બોલ સાથે ચેડાં કરવાના મામલે મૂકવામાં આવેલો પ્રતિબંધ માર્ચ મહિનાના અંતમાં પૂરો થશે. કોણીમાં થયેલી ઈજાને કારણે ગયા મહિને તેને બંગલા દેશ ટી૨૦ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટમાંથી હટવું પડ્યું હતું. આ માટે તેણે સર્જરી પણ કરાવી હતી. સ્મિથના મેનેજરે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને કહ્યું હતું કે સર્જરી સફળ રહી છે. તેને રમવા માટે સંપૂર્ણપણે સાજા થવા માટે હજી અંદાજે ૨૫ દિવસનો સમય લાગશે.

આમ તે વર્લ્ડ કપ અને આઈપીએલમાં રમી શકશે.(૩૭.૧૪)

 

(3:47 pm IST)