Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

ત્રીજા ટી-૨૦માં પાકિસ્તાનનો આશ્વાસન વિજય

શાદાબ ખાન અને ફહીમ અશરફની કરકસરભરી બોલીંગથી સાઉથ આફ્રિકાથી ટીમ ૧૬૯ રનનો ટાર્ગેટ ચેઝ કરી ન શકી

સેન્યુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક ગ્રાઉન્ડમાં પાકિસ્તાને સાઉથ આફ્રિકાને ત્રીજી અને છેલ્લી ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચમાં ૨૭ રનથી પરાજય ચખાડીને આશ્વાસન વિજય મેળવ્યો હતો. ટોસ જીતીને પહેલાં બોલિંગ કરનાર આફ્રિકાએ પ્રવાસી ટીમની પાંચ વિકેટ ૯૪ રનમાં લેવા છતાં ૧૬૮ રનનો સ્કોર બનાવતાં નહોતી રોકી શકી. બ્યુરાન હેન્ડિકસ ૧૪ રનમાં ૪ અને ક્રિસ મોરિસે બે વિકેટ લીધી હતી. પાકિસ્તાનના બોલરોએ ગજબની શરૂઆત કરતાં ૭.૧ ઓવરમાં ફકત ૩૦ રનમાં ૩ વિકેટ લઈને મેચ છીનવી લીધી હતી. પ્લેયર ઓફ ધ સિરીઝ અવોર્ડ જીતનાર કેપ્ટન ડેવિડ મિલર ફકત ૧૩ રન બનાવીને અગિયારમી ઓવરમાં આઉટ થયો હતો. ૮ બોલમાં ૩ સિકસની મદદથી નોટઆઉટ ૨૨ અને બે વિકેટ લેનાર શાદાબ ખાનને પ્લેયર ઓફ ધ મેચનો અવોર્ડ આપવામાં આવ્યો હતો. યજમાન ટીમે પહેલી બન્ને મેચ ૬ અને ૭ રનથી જીતીને સિરીઝ કબ્જે કરી લીધી હતી.(૩૭.૧૪)

(3:45 pm IST)