Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાથી જીતી સિરીઝ

નવી દિલ્હી: સ્મૃતિ મંઢાણા(135)ના કેરિયરના સર્વશ્રેષ્ઠ સદીના લીધે તથા પૂનમ યાદવ(24 રન પર ચાર વિકેટ)ના લીધે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બીજી વનડે આંતરરાષ્ટ્રીય મુકાબલામાં દક્ષિણ આફ્રિકાને 178રણથી હરાવીને ત્રણ મેચોની આઈસીસી મહિલા ચેમ્પિયનશીપમાં 2-0થી સિરીઝ જીતી લીધી છે.

ભારતે પહેલા બેટિંગ કરીને 50 ઓવેરમાં ત્રણ વિકેટ પર 302 રન બનાવ્યા હતા.જયારે દક્ષિણ આફ્રિકાએ 30.5 ઓવેરમાં 124 રણમાં જ ઓલઆઉટ થઇ ગઈ હતી.જેના લીધે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 2-0થી સિરીઝ પોતાના નામે કરી લીધી છે.

(4:46 pm IST)