Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

પેરાઓલમ્પિયન શકીના ખાતુને આપી આઇઓએને ચીમકી: કોમનવેલ્થમાં સમાવેશ નહીં કરે, તો આત્મહત્યા કરશે

નવી દિલ્હી: ભારતની પેરાઓલિમ્પિયન લાઇટવેઇટ કેટગરીની વેઇટલિફ્ટર શકિના ખાતુને ઈન્ડિયન ઓલિમ્પિક્સ અસોસિએશનને (આઈઓએ) સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપી છે કે આ વર્ષેે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ માટેની વેઇટલિફ્ટીંગ ટીમમાં તેનો સમાવેશ નહીં કરવામાં આવે તો તે આઈઓએની ઓફિસ બહાર જ આત્મહત્યા કરશે. ખાતુનનો કોમનવેલ્થ ગેમ્સ માટેના સંભવીતોની યાદીમાં સમાવેશ નથી થયો. ખાતુને અગાઉની કોમનવેલ્થ ગેમ્સમાં ચાર વર્ષ પહેલા મેડલ જીત્યો હતો તે કોમનવેલ્થ અને એશિયાની નંબર બે તેની કેટગરી વેઇટલિફ્ટર છે. તેનું ફોર્મ અને ફિટનેસ પણ છેલ્લા વર્ષો દરમ્યાન સરેરાશ રહ્યું છે. ખાતુને હતાશા સાથે કહ્યું કે તેનો આગામી કોમનવેલ્થ ગેમ્સમાં સમાવેશ થશે જ તે ગણતરીએ તેણે તનતોડ મહેનત કરી છે. આઈઓએ પણ જાણે છે કે તેનું સ્તર શું છે છતાં તેનો ટીમમાં સમાવેશ નથી કરાયો. ખાતુન કહે છે કે તે ભારે ડીપ્રેશન અને આઘાત અનુભવે છે. આવો હળાહળ અન્યાય તે સહન કરી શકે તેમ નથી. તેણે શારીરિક અને આર્થિક કષ્ટ ઊઠાવ્યું છે. ખાતુન વડાપ્રધાન મોદીને પણ રજૂઆત કરવાની છે કે તેઓ જ્યોરે 'બેટી બઢાઓ બેટી પઢાઓ''ની જાગૃતિ લાવી રહ્યા છે ત્યારે દેશમાં બેટીઓને કઇ હદે અન્યાય કરવામાં આવે છે તે તે તેમણે જાણી મારા કિસ્સામાં દરમ્યાનગીરી કરી મને કોમવેલ્થ ટીમમાં સામેલ કરાવવી જોઇએ.

(4:45 pm IST)