Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ફેડ કપમાં અંકિત રૈનાની જીત

નવી દિલ્હી:કરમન કૌર થાંડીની હાર બાદ અંકિતા રૈનાએ દબાવમાં શાનદાર પ્રદર્શન કરતા દુનિયાની ૧૨૦માં નંબરની ખેલાડી લિન ઝૂને હરાવીને ભારતને ચીન સામે એશિયા ઓશિયાના ગ્રુપ વન ફેડ કપ ટેનિસ મુકાબલામાં ૧-૧ની બરાબરી પર પહોંચાડયુ. વિશ્વ રેકિંગમાં ૨૫૩માં સ્થાને રહેલ અંકિતાએ શાનદાર પ્રદર્શન કરતા ઊંચી રેકિંગવાળી ઝૂને ૬-૩, ૬-૨થી હરાવી. આ પહેલા કરમન કૌરને ચીનની યાફાન વાંગ તરફથી હારનો સામનો કરવો પડયો. યાફાને કરમનને ૬-૨, ૬-૨થી માત આપી. અંકિતા હવે ડબલ મુકાબલામાં પ્રાર્થના થોંબેરેની સાથે વાંગ અને ઝાઓશુઆન યાંગ સામે રમવા ઉતરશે. 

(4:44 pm IST)