Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

આફ્રિકા પર ભારતની ત્રીજી વનડેમાં ૧૨૪ રને જીત થઇ

વિરાટ કોહલીની ફરી એકવાર વિરાટ બેટિંગ રહી : વનડે શ્રેણીમાં ભારતની આફ્રિકા ઉપર ૩-૦ની લીડ થઇ

કેપટાઉન,તા. ૮ : કેપટાઉન ખાતે રમાયેલી છ વનડે મેચોની શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે આફ્રિકા પર ૧૨૪ રને ભવ્ય જીત મેળવી હતી. આની સાથે જ વનડે શ્રેણીમાં ૩-૦ની નિર્ણાયક લીડ મેળવ લીધી હતી. વિરાટ કોહલીએ ફરી એકવાર વિરાટ બેટિંગ કરીને શાનદાર ૧૬૦ રન ફટકાર્યા હતા. ત્યારબાદ કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલે જોરદાર બોલિંગ કરીને પોતાની ટીમને જીત અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે ૫૦ ઓવરમાં છ વિકેટે ૩૦૩ રનનો જુમલો ખડક્યો હતો. ત્યારબાદ આફ્રિકાની ટીમ ૪૦ ઓવરમાં ૧૭૯ રન કરીને આઉટ થઇ ગઇ હતી. ચહેલે ૪૬ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. કુલદીપે ૨૩ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલીએ ૧૫૯ બોલમાં ૧૨ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૬૦ રનની ઇનિગ્સ રમી હતી. શિખર ધવને ૭૬ રન કર્યા હતા. બીજી વિકેટની ભાગીદારીમાં આ બન્નેએ ૧૪૦ રન ઉમેર્યા હતા. ભુવનેશ્વર સાથે વિરાટે સાતમી વિકેટની ભાગીદારીમાં ૭ ઓવરમાં ૬૭ રનમ બનાવ્યા હતા. આફ્રિકાની સામે તેની જમીન પર રનની દ્રષ્ટિએ આ સૌથી મોટી જીત  છે. અત્રે નોંધનીય છે કે, ચોથી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયન ખાતે રમાયેલી બીજી વનડે મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને કચડી નાંખીને શાનદાર જીત મેળવી હતી. આફ્રિકાની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી ન હતી અને ૩૨.૨ ઓવરમાં જ માત્ર ૧૧૮ રનમાં પેવેલિયન ભેગી થઇ હતી. જવાબમાં ભારતીય ટીમે જોરદાર બેટિંગ કરીને ૨૦.૩ ઓવરમાં જ ચેમ્પિયનની જેમ બેટિંગ કરતા એક વિકેટે ૧૧૯ રન બનાવીને મેચ જીતી લીધી હતી. શિખર ધવન ૫૬ બોલમાં નવ ચોગ્ગા સાથે ૫૧ રન બનાવીને અણનમ રહ્યો હતો જ્યારે વિરાટ કોહલી ૫૦ બોલમાં ૪૬ રન બનાવીને અણનમ રહ્યો હતો. પ્રથમ વિકેટ ભારતે ૨૬ રને ગુમાવી દીધી બાદ બીજી કોઇ વિકેટ પડી ન હતી. મેન ઓફ દ મેચ તરીકે યુજવેન્દ્ર ચહેલની પસંદગી કરવામાં આવી હતી. ચહેલે તરખાટ મચાવીને ૨૨ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી.કુલદીપે ૨૦ રનમાં ત્રણવિકેટ ઝડપી હતી. વિકેટની દ્રષ્ટિએ દક્ષિણ આફ્રિકાની સામે ભારતની સૌથી મોટી જીત હતી.

ભવ્ય જીતની સાથે સાથે

વનડે શ્રેણીમાં આફ્રિકા પર ભારતનુ હવે પ્રભુત્વ

        કેપટાઉન, તા. ૮ : કેપટાઉન ખાતે રમાયેલી છ વનડે મેચોની શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે આફ્રિકા પર ૧૨૪ રને ભવ્ય જીત મેળવી હતી. આની સાથે જ વનડે શ્રેણીમાં ૩-૦ની નિર્ણાયક લીડ મેળવ લીધી હતી. વિરાટ કોહલીએ ફરી એકવાર વિરાટ બેટિંગ કરીને શાનદાર ૧૬૦ રન ફટકાર્યા હતા. ત્યારબાદ કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલે જોરદાર બોલિંગ કરીને પોતાની ટીમને જીત અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે ૫૦ ઓવરમાં છ વિકેટે ૩૦૩ રનનો જુમલો ખડક્યો હતો. ત્યારબાદ આફ્રિકાની ટીમ ૪૦ ઓવરમાં ૧૭૯ રન કરીને આઉટ થઇ ગઇ હતી. જીતની સાથે સાથે નીચે મુજબ છે.

*    કેપટાઉન ખાતે રમાયેલી ત્રીજી વન ડે મેચમાં ભારતે ૧૨૪ રને ભવ્ય જીત મેળવી

*    દક્ષિણ આફ્રિકાની સામે તેની જમીન પર રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીત હાંસલ કરી

*    ભારતે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૫૦ ઓવરમાં છ વિકેટે ૩૦૩ રનનો જુમલો ખડ્કયો હતો

*    ભારતના જંગી જુમલાના જવાબમાં આફ્રિકાની ટીમ ૪૦ ઓવરમાં ૧૭૯ રન કરીને આઉટ થઇ

*    ભારત તરફથી ેટિંગ અને બોલિંગમાં જોરદાર દેખાવ કરવામાં આવ્યો

*    ભારત તરફથી યુજવેન્દ્ર ચહલ અને કુલદીપે તરખાટ મચાવી ચાર ચાર વિકેટ ઝડપી

*    આફ્રિકાના બેટ્સમેનો ભારતીય બોલરો સામે ટકી ન શક્યા

*    આફ્રિકા તરફથી જેપી ડ્યુમિની સૌથી વધુ ૫૧ રન કરી શક્યો

*    ભારતે શ્રેણીમાં ૪-૦ની લીડ મેળવી લીધી છે

*    ટેસ્ટ શ્રેણીમાં કંગાળ દેખાવ કર્યા બાદ ભારતીય ટીમ વન ડે શ્રેણીમાં પ્રભુત્વ જમાવવામાં સફળ રહી

*    વિરાટ કોહલીએ બે વન ડે સદી આ શ્રેણીમાં હજુ સુધી ફટકારી દીધી છે

*    શિખર ધવન પર શાનદાર બેટિંગ કરવામાં સફળ રહ્યો છે

*    આફ્રિકા તરફથી ડિવિલિયર્સ, ડીકોક અને ડુ પ્લેસીસ બહાર થયા બાદ તેમની બેટિંગ કમર હવે તુટી ચુકી છે

*    ભારત મોટા અંતરથી શ્રેણી જીતી લેવા માટે ઇચ્છુક છે

(12:52 pm IST)