Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ધોનીએ પાકિસ્તાની ક્રિકેટર હરીસ રઉફને ચેન્નાઇની ૭ નંબરની જર્સી ભેટમાં મોકલી

રઉફે કહયું નં.૭ તેના દયાળુ અને સદભાવના હાવભાવ દ્વારા દિલ જીતી રહયું છે, આભાર

નવી દિલ્હીઃ પાકિસ્તાની ક્રિકેટર હરિસ રઉફ ભૂતપૂર્વ  કેપ્ટન અને વર્તમાન ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો મોટો ચાહક છે.   ટી૨૦ વર્લ્ડ કપ દરમિયાન ધોની અને રઉફની તસવીરો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ હતી.  જેના ત્રણ મહિના બાદ ધોનીએ રઉફ માટે એક ખાસ ગિફ્ટ મોકલી છે.

 ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની તેની એક જર્સી હરીફ રઉફને ભેટ તરીકે મોકલી છે.  ચેન્નાઈની જર્સી મળ્યા બાદ પાકિસ્તાનના ઝડપી બોલર હરિસ રઉફે  ધોનીનો આભાર માન્યો છે.  આ ૨૮ વર્ષીય પાકિસ્તાની ખેલાડીએ ધોનીની આ ભેટની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે અને હૃદયને સ્પર્શી જાય તેવી થેંક્યુ નોટ લખી છે. 'દ લિજેન્ડ અને કેપ્ટન કૂલ એમએસ ધોનીએ મને તેના શર્ટમાંથી આ સુંદર ભેટ આપીને સન્માનિત કર્યા છે. ૭ હજુ પણ તેના દયાળુ અને સદભાવના હાવભાવ દ્વારા દિલ જીતી રહ્યું છે. રઉફે સીએસકે ટીમના મેનેજર રસેલનો પણ આભાર માન્યો, જેણે આ ભેટ સરહદ પાર મોકલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

  રઉફના આ ટ્વિટ પર ઘ્ખ્ધ્ના મેનેજરે પણ દિલ જીતી લેનારો જવાબ આપ્યો છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલરને જવાબ આપતા તેણે લખ્યું, જ્યારે અમારો કેપ્ટન એમએસ ધોનીને કોઈ વચન આપે છે, ત્યારે તે ચોક્કસપણે તેને પૂરું કરે છે.  ચેમ્પને જાણીને આનંદ થયો કે તમને તે ગમ્યું. સોશિયલ મીડિયા પર ફેન્સ પણ ધોનીની ઉદારતાના વખાણ કરી રહ્યા છે.

(2:58 pm IST)