Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ઇંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને ૧૮૯ રનથી હરાવ્યું : પ્રથમ ટેસ્ટમાં પરાજય બાદ શાનદાર વાપસી

જીતવા માટે ૪૩૮ રનનો પીછો કરતા સાઉથ આફ્રિકાની ટીમ ૨૪૮ રનમાં ઓલ આઉટ

મુંબઈ : ઇંગ્લેન્ડે કેપટાઉનમાં રમાયેલ બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને ૧૮૯ રનના અંતરથી હરાવ્યું અને ચાર મેચની સીરીઝ તેમ છતાં ૧-૧ ની બરાબરી પર આવી ગઈ છે. પાંચમાં દિવસે મેચ જીતવા માટે ૪૩૮ રનનો ટાર્ગેટનો પીછો કરતા સાઉથ આફ્રિકાની ટીમ ૨૪૮ રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ અને મેચ ગુમાવી બેથી હતી. બેન સ્ટોક્સને ઓલરાઉન્ડર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

ચોથા દિવસના સ્કોર ૧૨૬/૨ થી આગળ રમતા સાઉથ આફ્રિકાને પાંચમાં દિવસે પ્રથમ ઝટકો કેશવ મહારાજ (૨) ના રૂપમાં લાગ્યો હતો. લંચ પહેલા ફાફ ડુ પ્લેસિસ (૧૯) ના રૂપમાં યજમાનને મોટો ઝટકો લાગ્યો અને પ્રથમ સત્ર બાદ સ્કોટ ૧૭૦/૪ હતો. લંચના તુરંત બાદ પીટર મલાન ૮૪ રન બનાવી આઉટ થયા અને સાઉથ આફ્રિકાને પાંચમાં ઝટકો લાગ્યો. તી ટાઈમ સુધી ક્વિન્ટન ડી કોક અને રસી વેન ડર ડુસેને ટીમને ઝટકો લાગવા દીધો નહિ અને સ્કોર ૨૨૫/૫ હતો.

તેમ છતાં અંતિમ સત્રમાં ઇંગ્લેન્ડે શાનદાર વાપસી કરી અને સાઉથ આફ્રિકાએ પોતાની અંતિમ પાંચ વિકેટ માત્ર ૧૧ રનની અંદર ગુમાવી દીધી હતી. ક્વિન્ટ ડી કોકે ૫૦ રનનું યોગદાન આપ્યું, પરંતુ તેમના આઉટ થયા બાદ ટીમની ઇનિંગ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડ તરફથી બીજી ઇનિંગમાં બેન સ્ટોક્સે ત્રણ અને જેમ્સ એન્ડરસન અને જો ડેનલીએ બે-બે અને સ્ટુઅર્ટ બ્રોડ, ડોમેનીક બેઝ અને સૈમ કરને એક-એક વિકેટ લીધી હતી

(1:56 pm IST)