Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

હાર્દિકની ખેલદિલી કહ્યું, હું નહીં નટરાજન મેન ઓફ ધ મેચનો હકદાર

સિડની : હાર્દિક પંડ્યાએ ૨૨ બોલમાં ૪૨ રન ફટકાર્યા હતા અને છેલ્લી ઓવરમાં ૧૪ રન બનાવી ટીમને જીત અપાવી હતી. ૧૯૫ રનનો પીછો કરતી ટીમ ઇન્ડિયાને માટે છેલ્લી ઓવર સુધી અઘરી બાજી રહી હતી. જેને હાર્દિક આસાન બનાવી હતી અને ૬ વિક્રેટે ભારતનો વિજય થયો હતો.

હાર્દિક પંડ્યા મેન ઓફ ધ મેચ બન્યો હતો. મેચ પછી પંડ્યાએ સૌજન્ય દાખવીને કહ્યું હતુ કે મેન ઓફ ધ મેચનો એવોર્ડ ટી નટરાજને મળવો જોઇએ. નટરાજન બાકી બોલરો કરતા ખૂબ અસરકારક રહ્યો હતો. તેણે પાંચની ઇકોનોમીથી ૪ ઓવરમાં ૨૦ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી.

હાર્દિક કહ્યું હતુ કે હું સ્કોરબોર્ડ જોઇને  રમવાનું પસંદ કરૃં  છું જેથી હું જાણી શકું કે કયા બોલરનો કેવી રીતે સામનો કરવો.

(2:50 pm IST)