Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

ગિલક્રિસ્ટ અને મેકગ્રા થયા શાંત પૂજારા પર આફરીન

ઓસ્ટ્રેલિયન ટીમના બે ભૂતપૂર્વ ક્રિકેટરો એડમ ગિલક્રિસ્ટ અને ગ્લેન મેકગ્રાએ એડીલેડ ટેસ્ટના પહેલા દિવસની રમતને માણી હતી જેમાં ઓસ્ટ્રેલિયાના બોલરોએ વેધક પ્રદર્શન કર્યું હતું તો બીજી તરફ ચેતેશ્વર પુજારાએ પણ યોગ્ય જવાબ આપતાં સેન્ચુરી ફટકારી હતી. મેકગ્રાએ કહ્યું હતું કે સારૃં થયું ઓસ્ટ્રેલિયા ટોસ હારી ગયું. પિચ બીજા દિવસે એટલી બધી જીવંત નહીં હોય.

બીજી તરફ ગિલક્રિસ્ટ કહ્યું હતું કે ભારતીય બોલરો પણ તેમની ક્ષમતા મુજબ પ્રદર્શન કરીને ટીમને વાપસી કરાવશે. બન્ને દિગ્ગજોએ એક છેડેથી સતત વિકેટ પડી રહી હોવા છતાં ધીરજ ગુમાવ્યા વગર બેટિંગ કરનારા પુજારાનાં વખાણ કયાર઼્ હતાં. બીજી તરફ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન કરસન ઘાવરીએ પુજારા જે રીતે રનઆઉટ થયો એ બાબતે હતાશા વ્યકત કરતાં કહ્યું હતું કે એક વધારાના રન માટે વિકેટ ગુમાવવી એક ગુના સમાન છે. તે થોડો ધીમો હતો એથી આ રીતે વધારાના રન માટે સાહસ કરવાની જરૂર નહોતી.

(3:49 pm IST)
  • વડોદરા :વાઘોડીયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા :જગદીશ શાહના ફાર્મ હાઉસમાં હતી મહેફિલ :વાઘોડીયા પોલીસે મહેફિલમાં ભંગ પાડ્યો :લગ્નપ્રસંગ પૂર્વે યોજાઈ હતી દારૂની મહેફિલ :ભારતીય બનાવટની દારૂ, 4 કાર સહિત 18 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : પોલીસે 14 નબીરાઓની કરી ધરપકડ access_time 3:24 pm IST

  • સુરત: ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂની રેડનો કેસ :સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ ઉધના પીઆઇ એમપી પરમારને સસ્પેન્ડ કર્યા:સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી 2 લાખ 24 હજારનો દારૂ જપ્ત કર્યો હતો access_time 12:04 am IST

  • ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી અતુલ કરવાલની બઢતી :સીઆરપીએફમા આઈજી તરીકે ફરજ બજાવી રહેલા કરવાલ ન એડિશનલ ડિજી તરીકે અપાઈ બઢતી : હાલ CRPF મા આઈજી તરીકે ડેપ્યુટશન પર છે અતુલ કરવાલ. access_time 9:52 pm IST