Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

વર્લ્ડ હોકી લીગ: સેમિફાઇનલમાં બેલ્જીયમને માત આપી ભારતે જગ્યા બનાવી

નવી દિલ્હી:ભારતે ઓલિમ્પિક સિલ્વર મેડાલીસ્ટ બેલ્જીયમને પેનલ્ટી શૂટઆઉટ બાદ સડનડેથમાં -૨થી હરાવીને ઘરઆંગણે ચાલી રહેલી વર્લ્ડ હોકી લીગ ફાઈનલ્સ ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. બંને ટીમો નિર્ધારિત સમય બાદ -૩થી બરોબરી પર રહી હતી. ભારત તરફથી ગુરજંત, હરમનપ્રીત અને રુપિન્દર પાલે ગોલ ફટકારીને ટીમને સરસાઈ અપાવી હતી, પણ દરેક વખતે બેલ્જીયમ બરોબરી મેળવવામાં સફળ રહ્યું હતુ. આખર ગોલ કિપર આકાશ ચિટકેના વિજયી દેખાવ તેમજ પેનલ્ટી શૂટઆઉટમાં લલીત ઉપાધ્યાય, રુપિન્દર પાલ અને હરમનપ્રીતના ગોલને સહારે ભારત સડનડેથમાં -૨થી જીત્યું હતુ. બેલ્જીયમનો આઠ દેશોની ટુર્નામેન્ટમાં પહેલો પરાજય હતો.

(5:57 pm IST)