Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

રણજી ટ્રોફીની ક્વાર્ટરફાઇનલ મેચમાં ટક્કર લેશે ગુજરાત-બંગાળ

નવી દિલ્હી:ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત આવતીકાલથી શરૃ થઈ રહેલી રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમાં બંગાળ સામે ટકરાશે. જયપુરમાં આવતીકાલે સવારે .૩૦ વાગ્યાથી મુકાબલો શરૃ થશે, જેમાં પાર્થિવ પટેલની કેપ્ટન્સી હેઠળની ગુજરાતની ટીમ વિજેતા બનીને સેમિ ફાઈનલમાં પ્રવેશવા માટે હોટફેવરિટ મનાય છે. ગુજરાત અને બંગાળની સાથે સાથે નાગપુરમાં કર્ણાટક અને મુંબઈ વચ્ચે, સુરતમાં કેરળ અને વિદર્ભ વચ્ચે તેમજ મુલાપડુમાં દિલ્હી અને મધ્યપ્રદેશ વચ્ચે ક્વાર્ટર ફાઈનલ શરૃ થશે.

 

(5:57 pm IST)