Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

કુમ્બલેના આ રેકોર્ડની બરાબરી કરી યુવા ક્રિકેટર વિનયે

નવી દિલ્હી: વિનય કુમારના શાનદાર પર્ફોમન્સના લીધે 31 વખત રણજી ટ્રોફી જીતી ચૂકેલ મુંબઈની ટીમને ક્વાર્ટરફાઇનલ કર્ણાટકે  નવ વિકેટ પર 160 રન પર હરાવી દીધી હતી..

કેપ્ટાન વિનય કુમારની ઘાતક બોલિંગની સામે  મુંબઈની ટીમમાંથી માત્ર ધવલ કુલકર્ણીએ સંઘર્ષ કરી શક્યો હતો. વિનય કુમારે 15 ઓવરમાં 34 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. વિનયે તો મેચમાં હેટ્રિક બનાવીને રણજી ટ્રોફીમાં બે હેટ્રિક બનાવનાર કર્ણાટકના બીજો બોલર બની ગયો છે. પહેલા અનિલ કુમ્બલેના નામે રેકોર્ડ નોંધાયો છે. વિનયની હેટ્રિક બે ઓવરમાં બની ગઈ હતી. તેને પહેલી ઓવરની અંતિમ બોલ પર પૃથ્વી શોને  આઉટ કર્યો ને ત્યાર બાદ બીજી ઓવરની બે બોલ પર જય બીસ્ટા અને આકાશ પારકારને આઉટ કર્યો હતો.

 

(5:54 pm IST)