Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ICC ટેસ્‍ટ રેન્‍કીંગમાં ટીમ ઈન્‍ડિયા ટોચના સ્‍થાને યથાવત : વિરાટ બીજા સ્‍થાને

સ્‍ટીવ સ્‍મિથ પ્રથમ અને ચેતેશ્વર પૂજારા ચોથા સ્‍થાને

દુબઈ : આઈસીસી ટેસ્‍ટ રેન્‍કિંગ જાહેર કરવામાં આવ્‍યુ છે જેમાં ભારતીય ક્રિકેટ ટીમ નંબર-૧ પર યથાવત છે. ભારતે ટેસ્‍ટ શ્રેણીમાં ૧-૦દ્મક શ્રીલંકાને હરાવ્‍યુ હતું. આ સિરીઝમાં સૌથી વધુ (૬૧૦) રન બનાવનાર વિરાટ કોહલીને ફાયદો થયો છે. વિરાટ કોહલી પાંચમા ક્રમથી સીધો બીજા સ્‍થાને આવી ગયો છે.

ટેસ્‍ટ રેન્‍કિંગમાં પ્રથમ નંબર પર ઓસ્‍ટ્રેલિયાનો કેપ્‍ટન સ્‍ટીવ સ્‍મિથછે. વિરાટ કોહલી ૮૯૩ પોઇન્‍ટ સાથે બીજા ક્રમે આવી ગયો છે. વિરાટને ત્રણ સ્‍થાનનો ફાયદો થયો છે. જયારે નંબર વન પર ૯૩૮ પોઇન્‍ટ સાથે ઓસ્‍ટ્રેલિયાનો કેપ્‍ટન સ્‍ટીવ સ્‍મિથ છે. ત્રીજા નંબર પર ઇંગ્‍લેન્‍ડનો ટેસ્‍ટ કેપ્‍ટન જો રૂટ છે જયારે ચોથા ક્રમ પર ચેતેશ્વર પૂજારા છે. પૂજારાને ૨ ક્રમનું નુકસાન થયુ છે. પાંચમા ક્રમ પર ન્‍યૂઝીલેન્‍ડનો કેન વિલિયમસન, છઠ્ઠા નંબર પર ડેવિડ વોર્નર, સાતમા ક્રમે હાશિમ અમલા, આઠમા ક્રમે પાકિસ્‍તાનનો બેટ્‍સમેન અઝહર અલી નવમા સ્‍થાને શ્રીલંકાનો ટેસ્‍ટ કેપ્‍ટન દિનેશ ચાંદીમલ અને દસમા ક્રમે દક્ષિણ આફ્રિકાનો ડીન એલ્‍ગર છે.

 

(3:56 pm IST)