Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ભુવનેશ્વરના વેડિંગ-રિસેપ્શનમાં પહોંચી ભારતીય ટીમ

શ્રીલંકા સામેની છેલ્લી ટેસ્ટના ચોથા દિવસનો રમતનો સમય પૂરો થતાં ભારતીય ટીમના ખેલાડીઓ દિલ્હીની તાજ હોટેલમાં પહોંચ્યા હતા. ત્યાં ટીમના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને નૂપુર નાગરે વેડિંગ-રિસેપ્શનનું આયોજન કર્યુ. ભુવનેશ્વર કુમારે  ગયા મહિને ૨૩ તારીખે નૂપુર નાગર સાથે લગ્ન કર્યા હતા. ભારતીય ટીમના ખેલાડીઓએ ભુવનેશ્વર સાથેના ફોટોગ્રાફસ સોશ્યલ મીડિયામાં શેર પણ કર્યા હતા.

(12:08 am IST)