Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

વિજેન્દરનો હવે પછીનો મુકાબલો આફ્રિકન ચૅમ્પિયન એમુઝુ સામે

નવી દિલ્હી: ભારતનો બૉક્સિગં સિતારો વિજેન્દર સિંહ પોતાના ડબ્લ્યુ. બી. ઓ. (વર્લ્ડ બૉક્સિગં ઓર્ગેનાઈઝેશન) ઓરિયન્ટલ અને એશિયા પેસિફિક સુપર મિડલવેઈટના પોતાના વિજેતાપદોને જાળવી રાખવાના પ્રયાસમાં ઘાનાના બોક્સર અને આફ્રિકન ચેમ્પિયન અર્નેસ્ટ એમુઝુ સામે જયપુરમાં ૨૩મી ડિસેમ્બરે મુકાબલો લડશે. અત્યાર સુધી પોતાના નવ મુકાબલામાં અજેય રહેલા વિજેન્દરે તેનો છેલ્લો મુકાબલો ગયા ઑગસ્ટમાં લડ્યો હતો જ્યારે તેને ચીનના ટોચના ક્રમના ઝુલપિકર મૈમૈટિયાલીને હરાવી ડબ્લ્યુ. બી. ઓ.નું ઓરિયન્ટલ વિજેતાપદ જીત્યું હતું.

 

(8:45 am IST)