Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

કિબાંદી શ્રીકાંતને ચીન ઓપન બેડમિન્ટનના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો :પ્રણોય બહાર

ફુઝોઉઃ ભારતના કિદાંબી શ્રીકાંતે આસાન  જીતની સાથે ચીન ઓપન વિશ્વ ટૂર સુપર 750 ટૂર્નામેન્ટના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો જ્યારે એચએસ પ્રણોય પ્રથમ રાઉન્ડમાં હારીને બહાર થયો છે 5મી વરીયતા પ્રાપ્ત શ્રીકાંતે ફ્રાન્સના લુકાસ કોરવીને 21-12, 21-16થી હરાવ્યો હતો. હવે તેની ટક્કર ઈન્ડોનેશિયાના ટામી સુગિઆર્તો સામે થશે. 

પ્રણોયને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિેજેતા ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીએ 21-11, 21-14થી પરાજય આપ્યો હતો. ભારતની યુવા વૈષ્ણવી રેડ્ડી જાક્કાને થાઈલેન્ડના પોર્નાપાવી ચોચુવોંગે 21-12, 21-16થી હરાવી હતી.

મિક્સ ડબલ્સમાં ભારતના સાત્વિક સાઇરાજ રાંકીરેડ્ડી અને અશ્વિની પોનપ્પાને સાતમી વરીયતા પ્રાપ્ત મલેશિયાના ચાન પેંગ સૂન અને ગોહ લિયૂ યિંગે 18-21, 21-19, 21-17થી પરાજય આપ્યો. ઓલંમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુ પહેલા જ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. 

(7:50 pm IST)