Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને પહેલી વન-ડેમાં 157 રને હરાવ્યું :એકધારો 16મોં વિજય

ઓસ્ટ્રેલિયાના 281 રનના જવાબમાં શ્રીલંકા 124 રનમાં ઓલઆઉટ

 

ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને 157 રનથી હરાવી હતી. સાથે ટીમે 3 વન-ડેની સીરિઝમાં 1-0 ની લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાની સતત 16 મી વન-ડે જીત છે. ટીમે ત્રીજીવાર સિદ્ધી મેળવી છે. પુરુષ અને મહિલા ટીમમાં અત્યારસુધી કોઈપણ ટીમ સિદ્ધી મેળવી શકી નથી

 

    ટોસ જીતી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. એલિસા હેલી (8) મોટી ઈનિંગ્સ ના રમી શકી. તે પછી કેપ્ટન મેગ લેનિંગે (73) અને ઓપનર રેચિલ હેન્સ (56) બીજી વિકેટ માટે 126 રનની ભાગીદારી કરી. જે પછી બેથ મૂની(66) અડધી સદી ફટકારી ટીમને 250 નજીક પહોંચાડી હતી. ટીમે 50 ઓવરમાં 8 વિકેટના ભોગે 281 રન કર્યા હતા.જવાબમાં શ્રીલંકન ટીમ 41.3 ઓવરમાં 124 રન કરી ઓલઆઉટ થઈ. કેપ્ટન શશિકલા શ્રીરિવર્ધનેએ સૌથી વધુ 30 રન કર્યા હતા. 6 ખેલાડી ડબલ ફિગર સુધી પણ પહોંચી શકી નહોતી. તાયસા, જોનાસેન અને ગાર્ડનરે 2-2 વિકેટ ઝડપી. કેપ્ટન લેનિંગને પ્લેયર ઓફ મેચ જાહેર કરાઈ. સીરિઝની બીજી મેચ સોમવારે રમાશે.

(12:11 am IST)
  • મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચારમાં ગરમાવો : કોંગ્રેસ અને NCPનો સંયુક્ત ચૂંટણી ઢંઢેરો જાહેર : અમે સત્તા ઉપર આવશું તો મહારાષ્ટ્રના ઉદ્યોગોમાં સ્થાનિક નાગરિકો માટે 80 ટકા અનામત : ખેડૂતોને દેવામાફી ,બેરોજગારોને 5 હજાર રૂપિયા બેકારી ભથ્થું : તમામ માટે વિનામૂલ્યે વીમો : ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસક્રમ મફત access_time 8:25 pm IST

  • ડ્રગ્સ કેસમાં પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર દોષિતઃ ૧૦ વર્ષની સજા : પાટણઃ જિલ્લાના સમી હારીજના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડની કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં એટીએસએ ધરપકડ કરી હતીઃ ત્યારબાદ આ પ્રકરણમાં કોર્ટે કિશોરસિંહ રાઠોડને દોષિત જાહેર કર્યા છે અને ૧૦ વર્ષની સજા ફટકારી છે access_time 4:22 pm IST

  • હેગીબસ વાવાઝોડુ મજબૂત બન્યુ : આવતા અઠવાડીયે જાપાન ઉપર ત્રાટકવાનો ભયઃ આજે રાત્રે મેરીઆના ટાપુઓ ઉપર ત્રાટકશેઃ 'હેગીબસ' મજબૂત બની ટાયકૂન વાવાઝોડામાં ફેરવાયુ છે અને આજે રાત્રે મેરીઆના ટાપુઓ ઉપરથી પસાર થશે અને આવતા અઠવાડીયે જાપાન ઉપર ત્રાટકવાનો ભય હોવાનું વિદેશના જાણીતા ખાનગી વેધર એનાલીસ્ટ જણાવે છે access_time 11:25 am IST