Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતની ભાવિના પટેલે ગોલ્ડ અને સોનલ પટેલે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો

ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં ફાઇનલમાં નાઇજિરિયાના ખેલાડીને 3-0થી હરાવી: સોનેલ પટેલે બ્રોન્ઝ મેડલ મેચ 3-5થી જીતી મેળવી : અત્યાર સુધી ભારતે 40 મેડલ જીત્યા છે.

નવી દિલ્‍હી :  કોમનવેલ્થ ગેમ્સ 2022 ના 9મા દિવસે પણ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન સારુ રહ્યું હતું. ભારતીય કુસ્તીબાજોએ સૌથી પહેલા કુસ્તીમાં પોતાની તાકાત બતાવી. હવે ગુજરાતની ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય ખેલાડીએ પેરા ટેબલ ટેનિસમાં ફાઇનલમાં નાઇજિરિયાના ખેલાડીને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. વાસ્તવમાં, આ ભારતીય ખેલાડીએ ગયા વર્ષે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ કબજે કર્યો હતો. આ સાથે જ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ 13મો ગોલ્ડ મેડલ છે.

જ્યારે ગુજરાતની સોનલ બેન પટેલે કોમનવેલ્થ ગેમ્સ 2022માં પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે બ્રોન્ઝ મેડલ મેચ 3-5થી જીતી હતી. અત્યાર સુધી ભારતે 40 મેડલ જીત્યા છે. આ ઉપરાંત ગયા વર્ષે ટોકિયો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ગોલ્ડ મેડલ જીત્યો છે.

વિનેશ ફોગાટે ગોલ્ડ જીત્યો હતો. ભારતની સિનિયર રેસલર વિનેશ ફોગાટે ત્રીજી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 53 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં શ્રીલંકાની ચામોદય કેશાનીને હરાવી હતી. વિનેશે આ મેચ 4-0થી જીતી લીધી હતી. તેણીએ 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 48 કિગ્રા કેટેગરીમાં અને 2018 કોમનવેલ્થ ગેમ્સમાં 50 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.

(11:37 am IST)