Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

IPL રમતા પહેલા ખેલાડીઓને દુબઇમાં છ દિવસ ક્વૉરન્ટાઇનમાં રહેવું પડશે

આ નિયમો પર બધી ટીમોની સહમતી પણ સધાઇ ગઇ

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનનુ આયોજન દુબઇમાં થઇ રહ્યુ છે, હાલ કોરોનાની સ્થિતિની ધ્યાનમાં રાખીને આઇપીએલ માટે બીસીસીઇઆઇએ નવા નિયમો બનાવ્યા છે. આ નિયમો પર બધી ટીમોની સહમતી પણ સધાઇ ગઇ છે.
  બીસીસીઆઇની ટીમ માલિકો સાથે થયેલી મીટિંગ બાદ નક્કી થઇ ગયુ છે કે, દુબઇમાં તમામ ટીમોના ખેલાડીઓને 6 દિવસ સુધી ક્વૉરન્ટાઇન રહેવુ પડશે. ખેલાડીઓની પ્રેક્ટિસ માટે આઇપીએલની તમામ ટીમો પોતાના ખેલાડીઓની સાથે 20 ઓગસ્ટે જ દુબઇ જઇ રહી છે.
  મીટિંગ બાદ ટીમો તરફથી જાહેર કરાયેલા નિવેદનમા કહેવામાં આવ્યુ કે, અમે ખેલાડીઓની હેલ્થની સાથે કોઇ ખતરો ઉઠાવવા માંગતા નથી. બધા ખેલાડીઓ અને સ્ટાફ દુબઇ પહોંચતા જ 6 દિવસ સુધી ક્વૉરન્ટાઇનમાં રહેશે. દુબઇ સરકારના નિયમ અંતર્ગત દેશમાં પહોંચનારા કોઇપણ વ્યક્તિને 96 કલાક પહેલા કોરોના ટેસ્ટ થવો જરૂરી છે.

 દુબઇ પહોંચ્યા પછી પણ તે વ્યક્તિનો બીજો એક કોરોના ટેસ્ટ કરાવવામાં આવે છે. જોકે, દુબઇની સરકાર માત્ર પૉઝિટીવ આવનારા ખેલાડીઓને જ 14 દિવસ સુધી ક્વૉરન્ટાઇન કરે છે. દુબઇમાં કૉવિડ-19ના કારણે તે દરેકની પાસે Alhosn એપ હોવી જરૂરી છે

(12:36 pm IST)