Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

દુનિયામાં સૌથી વધુ કમાણી કરતી મહિલા ખેલાડીઓમાં પીવી સિન્ધુ એકમાત્ર ભારતીય

અમેરિકાની દિગ્ગજ ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ ટોપના સ્થાને

મુંબઈ :: સાઇના નેહવાલ બાદ ભારતમાં બેડમિન્ટન ક્ષેત્રે દિગ્ગજ મહિલા ખેલાડી પીવી સિન્ધુએ પોતાની કારકિર્દીમાં શાનદાર પ્રદર્શન કરતા આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક સિદ્ધીઓ પોતાના નામે કરી છે. ત્યારે હાલમાં જ ફોર્બ્સએ સ્પોર્ટ્સ ક્ષેત્રે સૌથી વધુ કમાણી કરતા મહિલા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. તેમાં એક માત્ર ભારતીય મહિલા ખેલાડીનું નામ હતું કે પીવી સિન્ધુ.

   ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં સિંધુ વિશ્વમાં સર્વાધિક કમાણી કરનારી મહિલા ખેલાડીઓમાં 13 મા સ્થાન પર છે. ફોર્બ્સે સૌથી વધુ કમાણી કરનારી વિશ્વની 15 મહિલા ખેલાડીઓની આ યાદી જાહેર કરી છે. આ યાદીમાં અમેરિકાની દિગ્ગજ ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ ટોપ પર છે. પીવી સિન્ધુની કમાણી 55 લાખ અમેરિકન ડોલર છે
   ફોર્બ્સ દ્વારા જાહેર સર્વાધિક કમાણી કરનારી મહિલા એથલીટ્સ 2019 ની આ યાદી પ્રમાણે સિંધુની કમાણી 55 લાખ અમેરિકન ડોલર (આશરે 38 કરોડ 86 લાખ 87 હજાર રૂપિયા) છે. ફોર્બ્સે કહ્યું , ' સિંધુ ભારતીય બજારમાં કમાણી કરનાર અગ્રણી મહિલા એથલીટ છે. વર્ષ 2018 માં BWF વર્લ્ડ ટૂર ફાઇન્લ્સ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. '
ટોપ 15 ખેલાડીઓની યાદીમાં સેરેના વિલિયમ્સ પ્રથમ સ્થાન પર છે. સેરેનાની કુલ કમાણી 29.2 મિલિયન ડોલર (આશરે કરોડ અમેરિકી ડોલર) છે. ફોર્બ્સે જણાવ્યું કે , 37 વર્ષીય સેરેના આગામી વર્ષ સુધી ટેનિસ રમશે. ત્યારબાદ તે પોતાની નવી ઈનિંગના રૂપમાં ક્લોથિંગ લાઇનમાં 'S બાઇ સેરેના ' માં આવશે અને 2020 સુધી તે જ્વેલરી અને સૌંદર્ય ઉત્પાદકોને પણ લોન્ચ કરશે.

(1:05 am IST)