Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

દક્ષિણ આફ્રિકાના સૌથી સફળ ફાસ્ટ બોલર ડેલ સ્ટેને લીધો ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ

સિઝનનો કરાર ચાલુ રહેશે :વનડે અને ટી-20 આંતરરાષ્ટ્રીય મેચો રમશે.

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. સ્ટેન વનડે અને ટી-20માં રમશે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ  નિવેદનમાં જણાવ્યું કે, સ્ટેનનો 2019-20 સીઝનનો કરાર ચાલુ રહેશે અને તે વનડે અને ટી-20 આંતરરાષ્ટ્રીય મેચો રમશે.

  36 વર્ષના સ્ટેને તેના એક નિવેદનમાં કહ્યું, 'આજે હું ક્રિકેટના એ પ્રારૂપથી અલગ થઈ રહ્યો છું, જેને સૌથી વધુ પ્રેમ કર્યો. મારું માનવું છે કે, ટેસ્ટ ક્રિકેટ રમતનુમ સર્વ શ્રેષ્ઠ પ્રદર્ષનનું વર્ઝન છે. તે તમારી માનસિક, શારીરિક અને ભાવનાત્મક રીતે પરીક્ષા લે છે.'

  તેણે વધુમાં જણાવ્યું, 'ફરી ટેસ્ટ ન રમી શકવાના વિચારથી જ ખરાબ લાગે છે, પરંતુ ક્યારેય ન રમી શકવાનો વિચાર વધારે દુખદ છે, એટાલે હું વનડે અને ટી-20 પર ધ્યાન આપીશ.'

  સ્ટેને ડિસેમ્બર 2004માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પોર્ટ એલિઝાબેથમાં ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. તે દક્ષિણ આફ્રિકાનો સૌથી સફળ બોલર છે.

  સ્ટેને 93 ટેસ્ટમાં 438 વિકેટ લીધી છે. તેણે છેલ્લી ટેસ્ટ આ જ વર્ષે ફેબ્રુઆરીમાં શ્રીલંકા સામે રમી હતી.

(11:45 am IST)