Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

આ છે લોર્ડ્ઝમાં ઇંગ્લેન્ડ સામે ભારતે મેચનો ઇતિહાસ: જાણો કેટલી મેચમાં મેળવ્યો વિજય

નવી દિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુરુવારથી ઐતિહાસિક લોર્ડ્ઝ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાંચ મેચની શ્રેણીની બીજી ટેસ્ટ ખેલાશે. જુલાઇ ૧૮૮૪થી લોર્ડ્ઝ ક્રિકેટ ગ્રાઉન્ડ કુલ ૧૩૬ ટેસ્ટની યજમાની કરી ચૂક્યું છે. આ ઐતિહાસિક સ્ટેડિયમમાં ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પર પસંદગી ઉતારી હોય તેવું ૯૮ ટેસ્ટમાં બન્યું છે. જેમાંથી ૩૬મા પ્રથમ બેટિંગ કરનારી-૨૬મા બીજી બેટિંગ કરનારી ટીમનો વિજય થયો છે.આમ, અત્યારસુધીનો ઈતિહાસ જોતાં લોર્ડ્ઝમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો હાથ ઉપર રહે છે.ભારત કુલ ૧૭ લોર્ડ્ઝમાં ઇંગ્લેન્ડ સામે રમ્યું છે અને જેમાંથી તેનો ૨મા વિજય, ૧૧મા પરાજય થયો છે. લોર્ડ્ઝમાં ભારતે વિજય મેળવ્યો હોય તેવું ૧૯૮૬ અને ૨૦૧૪ના વર્ષમાં બન્યું છે. લોર્ડ્ઝમાં ભારતીય ક્રિકેટ ટીમના કેટલાક ખટ્ટમીઠ્ઠા સંભારણા છે,

(4:54 pm IST)