Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ઈશાન્તે ટીમમાં પોતાની ભૂમિકાને સમજવી જોઈએ : ગ્લેન મેકગ્રા

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ગ્લેન મેકઝાને એવું લાગે છે કે ઇશાન્ત શર્માએ ભારતીય ટીમમાં પોતાની ભૂમિકાને સમજવી જોઈએ. તેના મતે તે મુખ્ય બોલરને બદલે કામગારની ભૂમિકા વધુ નિભાવે છે. ભારતીય ફાસ્ટ બોલર ઇશાન્ત પહેલી ટેસ્ટમાં સાત વિકેટ લીધી હતી.

મેકગ્રાએ કહ્યું હતું કે મને એ વાતનો આનંદ છે કે આ ફાસ્ટ બોલર ધીરે ધીરે પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડી રહ્યો છે. ભારતમાં વધુ રમવાને કારણે તેનો રેકોર્ડ પ્રભાવશાળી નથી રહ્યો. ભારતમાં પિચો ફાસ્ટ બોલરોને મદદગાર ન હોવાથી તેનો ઉપયોગ મુખ્ય બોલરને બદલે કામગાર તરીકે વધુ થયો છે, પરંતુ તમે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં એક જ પ્રકારની લેન્થ. બોલિંગથી સફળ ન થઈ શકો. ઇંગ્લેન્ડમાં બોલ સ્વિંગ થાય. છે તેથી તેણે લેન્થ બદલવી પડે.(૩૭.૧)

(2:23 pm IST)