Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ભારતીય ગોલ્ફર ગગનજીત ભુલ્લરે ફિજી ઈન્ટરનેશનલ ગોલ્ફ ટુર્નામેન્ટ જીતી લીધી

યુરોપિયન ટુર પર તેનું પ્રથમ ટાઈટલ હાંસલ કર્યું

નવી દિલ્હી : ભારતીય ગોલ્ફર ગગનજીત ભુલ્લરે અંતિમ રાઉન્ડમાં ૬ અન્ડર ૬૬ના શાનદાર સ્કોર સાથે ફિજી ઈન્ટરનેશનલ ગોલ્ફ ટુર્નામેન્ટ જીતી લીધી હતી. જે યુરોપિયન ટુર પર તેનું પ્રથમ ટાઈટલ છે. ૩૦ વર્ષયી ભુલ્લર આ સાથે જ એશિયન ટૂર પર ભારતનો સૌથી સફળ ખેલાડી બની ગયો છે. તે ઓસ્ટ્રેલિયા ટૂર પર વિજય નોંધાવનારો પ્રથમ ભારતીય પણ છે. જયારે એશિયન ટૂરમાં તેનું નવમું અને કુલ ૧૦મું આંતરરાષ્ટ્રીય ટાઈટલ છે. ભુલ્લરે અંતિમ રાઉન્ડમાં પાંચ બર્ડી, એક ઈગલ અને એક બોગી સાથે છ અન્ડરનો સ્કોર કર્યો હતો. તેનો કુલ સ્કોર ૧૪ અન્ડર ૨૭૪દ્ગટ રહ્યો હતો.

ભુલ્લરે ઓસ્ટ્રેલિયાના એન્થોની કલેવને એક શોટથી પાછળ રાખ્યો હતો. કલેવે અંતિમ રાઉન્ડમાં ૯ અન્ડર ૬૩નો સ્કોર કર્યો હતો. સાઉથ આફ્રિકાનો અર્ની એલ્સ અને ઓસ્ટ્રેલિયાનો બેન કેમ્પબેલ સંયુકત રીતે ત્રીજા સ્થાને રહ્યા હતા. ભારતનો અજીતેશ સંધુ અંતિમ રાઉન્ડમાં સંયુકત રીતે ૪૩માં સ્થાને રહ્યો હતો.(૩૭.૧)

 

(2:22 pm IST)