Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ભારતીય જુનિયર ફૂટબોલ ટીમો માટે સુપર સન્ડે

અન્ડર-૨૦ ટીમે આર્જેન્ટીનાને તો અન્ડર-૧૬ ટીમે ઈરાકને હરાવીને સર્જયો ઈતિહાસ

ભારતીય ફુટબોલપ્રેમીઓ માટે બે ખૂબ આશ્ચર્ય થાય એવા સારા સમાચાર મળ્યા. ભારતની અન્ડર-૧૬ ફુટબોલ ટીમે જોર્ડનમાં રમાતી વેસ્ટ એશિયન ફુટબોલ ફેડરેશનની બોય્ઝ ચેમ્પિયનશિપમાં ઇરાકને ૧-૦થી હરાવ્યું હતું તો સ્પેનમાં રમાતા કોટિફ કપમાં અન્ડર-૨૦ ટીમે આજર્િેન્ટનાને ૨-૧થી હરાવીને ઇતિહાસ સર્જયો હતો.

ઇરાક સામેનું પરિણામે ભારત માટે ઘણું સારું કહી શકાય એવું હતું તો સ્પેનમાં રમાયેલી મેચમાં અન્ડર-૨૦ ટીમે મેળવેલો વિજય માનવામાં ન આવે એવો હતો, કારણ કે આ ટુર્નામેન્ટમાં છે વખત ચેમ્પિયન રહેલી આજર્િેન્ટનાની ટીમ ભારત કરતાં ઘણી મજબૂત ગણાતી હતી.  ભારત ભલે અગાઉની મેચમાં ખરાબ પ્રદર્શનને કારણે આગળના રાઉન્ડમાં ન જઈ શકયું, પરંતુ એણે આજર્િેન્ટના જેવી મજબૂત ગણાતી ટીમની હાલત કલોડી કરી હતી, વળી આજર્િેન્ટનાની ટીમ સામે એક ખેલાડીને રેડ કાર્ડ મળતાં ભારત માત્ર ૧૦ ખેલાડીઓ સાથે જ રચ્યું હતું.

અન્ડર-૨૦ ટીમ જશે ક્રોએશિયા

ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને અન્ડર-૨૦ ટીમને ચાર દેશની ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ક્રોએશિયા મોકલવાની યોજના બનાવી છે. ક્રોએશિયાની સિનિયર ટીમ તાજેતરમાં જ ફૂટબોલ વર્લ્ડ કપની રનર-અપ ટીમ બની હતી. ભારતની અન્ડર-૨૦ ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં માત્ર ૧૦ ખેલાડીઓ હોવા છતાં કોટિફ કપ ટુર્નામેન્ટમાં આર્જેન્ટીનાને ૨-૧થી હરાવ્યું હતું.

(2:20 pm IST)