Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

હાર્દિક પંડ્યાની સરખામણી કપિલદેવ સાથે કરતા સુનિલ ગાવસ્કર ભડક્યો

મુંબઈ :કપિલ દેવ અને હાર્દિક પંડ્યા વચ્ચે તુલના લઈ પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કર ભડક્યા હતા. તેણે આ બંને ખેલાડી વચ્ચેની તુલનાને બકવાસ ગણાવી હતી. સોમવારે નારાજ દેખાઈ રહેલા સુનિલ ગાવસ્કરે એક સમાચાર ચેનલને કહ્યું, 'કપિલ દેવ સાથે કોઇની પણ તુલના ના કરવી જોઇએ. કપિલ દેવ જેવો ખેલાડી 100 વર્ષે એકવાર જ જન્મ લે છે. તેની તુલના કોઈ સાથે ન થઈ શકે.

(11:48 am IST)