Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ધોનીનો આજે જન્‍મદિવસઃ લંડનમાં પરિવાર સાથે ઉજવણી

નવી દિલ્‍હીઃ ટીમ ઇન્‍ડિયાના સૌથી સફળ કેપ્‍ટન મહેન્‍દ્રસિંહ ધોની આજે પોતાનો ૪૧મો જન્‍મદિવસ ઉજવી રહ્યા છે. તે લંડનમાં છે. તેણે ત્‍યાં તેના પરિવાર સાથે જન્‍મદિવસની કેક કાપી હતી. પરંતુ કેક કાપતા પહેલા ધોની થોડો ધ્રુજતો પણ જોવા મળ્‍યો હતો. ધોનીનાં ૪૧માં જન્‍મદિવસ પર લંડનમાં યોજાયેલી કેક કટિંગ સેરેમનીનો વીડિયો તેની પત્‍નિ સાક્ષી ધોનીએ શેર કર્યો છે. આ વખતે તેણે ત્‍યાં તેની ૧૨મી વેડિંગ એનિવર્સરી પણ સેલિબ્રેટ કરી હતી

(4:30 pm IST)