Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

સિંધુનો ચીની હરીફ સામે બદલોઃ સાઇના આઉટ

નવી દિલ્‍હીઃ ભારતના ટોચના બેડ્‍મિન્‍ટન ખેલાડીઓમાં ત્રણ ખેલાડી કવાલા લમ્‍પુરની મલેશિયા માસ્‍ટર્સ-૨૦૨૨ ટુર્નામેન્‍ટના સેકન્‍ડ રાઉન્‍ડમાં પહોંચ્‍યા હતા. પહેલા રાઉન્‍ડની મેચમાં પી.વી. સિંધુએ ચીનની હી બિન્‍ગ જિઆઓને ૫૬ મિનિટમાં ૨૧-૧૩, ૧૭-૨૧, ૨૧-૧૫થી હરાવીને ગયા મહિનાની હારનો બદલો લીધો હતો.

જોકે સાઇના નેહવાલનો સાઉથ કોરિયાની કિમ ગા યુન સામે ૨૧-૧૬, ૧૭-૨૧,૧૪-૨૧થી પરાજય થયો હતો. પુરુષોમાં બી.સાઇ પ્રણીતે ગ્‍વાટેમાલાના કેવિન કોર્ડનને ૨૧-૮, ૨૧-૯ થી અને પી. કશ્‍યપે મલેશિયાના ટોમ્‍મી સુગિઆર્ટોને ૧૬-૨૧, ૨૧-૧૬, ૨૧-૧૬થી હરાવી દીધા હતા.

(4:16 pm IST)