Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્‍ટન એમ.એસ. ધોનીનો આજે જન્‍મદિનઃ જાણો તેમના ટોપ ફાઇવ દિવાના વિશે

અમદાવાદઃ મહેન્દ્ર સિંહ ધોની - આ એ વ્યક્તિનું નામ છે જેણે વિશ્વ ક્રિકેટમાં ભારતને પોતાની આગેવાનીમાં મોટાભાગની તમામ ICC ટ્રોફી અપાવી છે. ધોનીનો જન્મ 7 જુલાઈ 1981ના રોજ ઝારખંડના નાનકડા શહેર રાંચીમાં થયો હતો. કેપ્ટન કૂલના ઘણા લોકો દિવાના છે અને તેમની રમતના ભારતમાં ઘણા ફેન્સ પણ છે. ભારતમાં ક્રિકેટ એક ધર્મ છે અને ક્રિકેટર્સ ઘણા ભારતીયોના ભગવાન છે. તેવામાં ધોની પણ ઘણા લોકોના ભગવાન છે. આજે 7 જુલાઈ 2021ના રોજ ધોની 40 વર્ષના થયો છે. ત્યારે અમે તમને ધોનીના 5 ફેન્સ વિશે જણાવા જઈ રહ્યા છે.

હરમન કોર

28 વર્ષીય હરમન કોર દર વિકેન્ડમાં પોતાની મહિલા મિત્રોને ભેગી કરી ક્રિકેટ રમે છે. હરમન 6ઠ્ઠા ધોરણમાં હતી ત્યારે તેણે પ્રથમ વખતે ધોનીને ક્રિકેટ રમતા જોયો હતો. અને હરમન ત્યારથી જ તેની દિવાની થઈ ગઈ. હરમન કોર કોઈ પણ ધોનીની મેચ જોવાનું નથી ચુકતી. તે કોઈ પણ સંજોગોમાં ધોનીની મેચ જોવાનું ભુલતી નથી.    

જય સોની

જય સોની એક ટેટૂ આર્ટિસ્ટ છે. અને તેના ટેટૂ સ્ટૂડિયોમાં તમને કાયમ ધોનીની મેચ ચાલતી જોવા મળશે. જય ધોનીનો એટલો મોટો ચાહક છે કે તેના કસ્ટમર્સને પણ ખબર છે કે જ્યારે પણ ધોનીની મેચ હશે. ત્યારે, જય બધું કામ સાઈડ પર રાખીને તે ધોનીની મેચ જોશે. જય સોની ગુજરાતના નવસારીનો છે. જય સોની એટલે મોટો ધોનીને ફેન છે કે તેણે પોતાના શરીર પર ધોનીનો ટેટૂ બનાવળાવ્યું છે. 

સરવન્ન હરી

સરવન્ન હરી ધોનીના ફેન છે. સરવન્ન ચેન્નઈ સુપર કિંગ્સના ફેન છે. પણ તેઓ સૌથી મોટા ફેન છે ધોનીના. સરવન્ન ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સની દરેક મેચમાં તેમને ચીયર કરવા પહોંચે છે. જ્યારે, પણ ધોનીની મેચ હોય છે. ત્યારે, સરવન્નન પોતાની ઓફિસ છોડીને પણ મેચ જોવા પહોંચી જાય છે. 

રામ બાબુ

રામ બાબુને ક્રિકેટ પ્રેમીઓએ ઘણી વખત ટીવી સ્ક્રિન પર ધોનીને ચિયર કરતા જોયો હશે. રામબાબુ પંજાબના મોહાલીમાં રહે છે. અને તેણે 11 વર્ષમાં ધોનીની 200થી વધુ મેચ સ્ટેડિયમમાં ધોનીને સ્પોર્ટ કરતા જોઈ છે. બાંગ્લાદેશમાં રમાયેલા 2014ના T20 વર્લ્ડ કપ દરમિયાન રામ બાબૂને ડેન્ગ્યુ થયો હતો. જે વાતની જાણ ધોનીને થતાં ધોનીએ રામ બાબૂને પોતાના ખર્ચે ભારત મોકલ્યો હતો અને ટ્રીટમેન્ટ પણ કરાવી હતી. 

ગોપી ક્રિશ્ન્ન

ગોપી ક્રિશ્ન્ન તામિલ નાડૂના કુડલુર અરંગૂર ગામનો રહેવાસી છે અને તે ધોનીનો ડાય હાર્ડ ફેન છે. ગોપી ક્રિશ્ન્ન ધોનીનો એટલો મોટો ચાહક છે કે તેણે પોતાના ઘરને પીળા કલરમાં એટલે કે ચેન્નઈ સુપર કિંગ્સના રંગમાં રંગી નાખ્યું છે. અને તેણે પોતાના ઘરને 'હાઉસ ઓફ ધોની ફેન' નામ આપ્યું છે. 

(5:13 pm IST)