Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

રમત-ગમતના મહિલા મહારથીઓએ કોઇને કોઇ કારણથી પોર્ન ફિલ્‍મ-એડલ્‍ટ વેબસાઇટના કામમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો હતો

નવી દિલ્લીઃ જ્યારે કોઈ વ્યક્તિ સ્પોર્ટ્સને લઈને પોતાનું ભવિષ્ય બનાવવા ઈચ્છે છે તો તેની ઈચ્છા અઢળક સંપત્તિ કમાવવાની હોય છે. ઘણા ખેલાડીઓ ચેમ્પિયન બનીને ઉભરે છે પરંતુ દરેકની કિસ્મત એટલી સારી નથી હોતી. અમુક ખેલાડીઓએ પોતાના સ્પોર્ટ્સ કરિયરને છોડીને એડલ્સ અને પોર્ન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જતા રહ્યા છે. પોતાનું ગુજરાન ચલાવવા માટે ઘણા ખેલાડીયોને આ રસ્તો અપનાવવો પડ્યો.  

ચાયના

ચાયના 1990 અને 2000 ના દાયકાની ફેમસ WWE સ્ટાર રહી ચૂકી છે. સમયની સાથે તેમને આ કરિયરને બાય બાય કરવું પડ્યુંચાયનાએ પોતાની પહેલી સેક્સ ટેપ તેના બોયફ્રેન્ડ એક્સ પેક  (X-Pac) ની સાથે શૂટ કરાવી હતી.  આ ટેપ શૂટ કરાયા બાદ તે એડલ્ટ ફિલ્મમાં સતત કામ કરતી રહી.  વર્ષ 2016માં તેને આ દુનિયાને પણ અલવિદા કહ્યું.

ડેવિડ મોંટાના

ઈટલીના ફુટબોલર લો વિનેલા સીરા-ડીની ટીમ એસએસડી કાલડિઓ પોમિગલિઆનોની તરફથી રમતો હતો. તે પોતાના સામન્ય પગારથી હેરાન થઈ ગયો હતો. એક દિવસ તેને એડલ્ટ મૂવી માટે પોતાની જાતને નિલામ કરી હતી અને એડલ્ટ ફિલ્મને જ પોતાનાની કમાઈનું સાધન બનાવ્યું. ઈન્સ્ટાગ્રામ પર તે હવે ડેવિડ મોન્ટાના નામથી ઓળખાય છે.

રિની ગ્રેસી

ઓસ્ટ્રેલિયાની મહિલા સુપર કાર ડ્રાઈવર રિની ગ્રેસી પોતાનું સ્પોર્ટ્સ કરિયર છોડીને એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગઈ. રિની ગ્રેસી જ્યારે 14 વર્ષની હતી ત્યારે તેને તેના રેસિંગ કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ તે પોતાના મોટર સ્પોર્ટ કેરિયરને આગળ વધારી ના શકી. આર્થિક તંગીના કારણે તેને એડલ્ટ ફિલ્મ કરવાની શરૂ કરી. ગ્રેસીએ એડલ્ટ ફિલ્મની શરૂઆત કરી તેના પહેલા જ અઠવાડિયામાં તે 3000 ડોલર કમાઈ હતી. તેની આર્થિક સ્થિતી હવે પહેલાથી સારી છે અને તે પોતાના આ કરિયરથી ખૂશ પણ છે.

ટેમી સિટ્ચ

ટેમી સિટ્ચ WWE ની દુનિયામાં તે 'સની'ના નામથી ફેમસ હતી પરંતુ વર્ષ 1990 માં તેને રિંગને બાય બાય કહી દીધુ પછી સની એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગઈ. તેને પહેલા એક વેબસાઈટ પર પોતાને રજિસ્ટર કરી જેમાં તે પોતાના ફોટો વેચી શકતી હતી. પછી તે વર્ષના લગભગ અઢી લાખ પાઉન્ડ કમાવા લાગી અને ચેમી સિટ્ચના નામથી ફેમસ થઈ ગઈ.

વેરોના વાન ડિ લૂર

વેરોના વાન ડિ લૂર નીદરલેન્ડની  જિમ્નાસ્ટ રહી ચૂકી છે, તેને વર્ષ 2002 માં 'ડચ સ્પોર્ટસવિમન ઓફ દ ઈયર' એવોર્ડ મળ્યો  છે. પરંતુ એક સમય એવો આવ્યો કે જ્યારે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ત્યાર બાદ તેની પાસે 2 વર્ષ સુધી રહેવા માટે ઘર પણ ન હતું. વેરોના વાન ડિ લૂરને તેના પિતા સામે કાયદાકીય લડત લડવી પડી. વર્ષ 2011 માં તે જેલમાં પણ ગઈ. પરંતુ તેને એડલ્ટ ફિલ્મોમાં ઉમ્મિદની કિરણ દેખી. એક ઈન્ટરવ્યૂમાં વેરોનાએ કહ્યું હતું કે હું આ કામ કરું છું તેનો મને કોઈ વસવસો નથી.

જોનાથન વાર મશીન કોપેનહોવેર

પૂર્વ માર્શલ આર્ટિસ્ટ જોનાથન 'વાર મશીન' કોપેનહોવેર એડલ્ટ ફિલ્મોમાં ત્યારે કામ કરવા લાગ્યા જ્યારે તે એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સ્ટાર  ક્રિસ્ટી મેકને ડેટ કરવા લાગ્યા. વર્ષ 2014માં તેને પોતાની પાર્ટનર મેકના શરીરના 18 હાડકાં તોડી નાખ્યા જેના કારણે હજુ પણ જોનાથન જેલમાં સજા કાપી રહ્યો છે.

એન્જેલિના ગ્રેઓવેક

ઓસ્ટ્રેલિયાની મહિલા ખેલાડી એન્જેલિના ગ્રેઓવેકએ પૈસા કમાવવા માટે ટેનિસ કોર્ટ છોડીને એડલ્ટ વેબસાઈટ માટે કામ કરવાનો નિર્ણય લીધો.

(5:13 pm IST)