Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

હેપ્પી બર્થ-ડે કેપ્ટનકૂલ

ગ્રેટ ફીનીશનર અને હેલીકોપ્ટર શોટના માસ્ટર ધોનીનો આજે જન્મદિવસ

ભારતીય ક્રિકેટ ટીમના ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટન, આઈસીસીની ત્રણેય ટ્રોફીઓ દેશને જીતાવી હતીઃ ફરી ક્રિકેટની દુનિયામાં કયારે પરત ફરે છે તેનો ક્રિકેટપ્રેમીઓને ઈંતજાર

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો આજે પોતાનો ૩૯મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મ ૭ જુલાઈ ૧૯૮૧માં રાંચીમાં થયો હતો. ક્રિકેટમાં પોતાની જબરદસ્ત સ્કિલ્સના કારણે  ધોનીએ વર્ષ ૨૦૦૪માં ભારતીય ક્રિકેટ ટીમને પોતાની જગ્યા બનાવી હતી.

 ધોનીએ ત્યારબાદ કયારે પાછું વળીને જોયું નથી. પોતાના નામે અનેક કામીયાબીઓ જોડતા ગયા હતા. ધોનીએ પોતાની ક્રિકેટ કેરિયરમાં પુરા ૧૪-૧૫ વર્ષમાં જબરદસ્ત સફળતા હાંસલ કરી છે. વિશ્વ ક્રિકેટમાં સૌથી મહાન ખેલાડીઓમાં એક માનવામાં આવે છે. જેમણે બેટથી લઈને કપ્તાની અને વિકેટકિપિંગમાં પોતાનો કમાલ બતાવ્યો હતો. આજે તેમના જન્મદિવસના અવસર ઉપર પાંચ બાબતો જણાવીશું જેમનાથી ધોની મહાન ક્રિકેટર બની ગયા.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કરિયરમાં કેપ્ટન તરીકે અનેક કીર્તિઓ સ્થાપી હતી. પોતાની કપ્તાનીમાં આઈસીસીની ત્રણે પ્રતિષ્ઠીત ટ્રોફી અપાવી છે. જેમાં વર્ષ ૨૦૦૭માં વિશ્વ ટી ૨૦નો ખિતાબ જીતાડ્યો, જયારે ૨૦૧૧માં આસીસી ક્રિકેટ વિશ્વ કપ પોતાની કેપ્ટનશિપ હેઠળ ભારતના નામે કરાવ્યો. અને વર્ષ ૨૦૧૩માં ચેમ્પિયન્સ ટ્રોફીને જીતીને પહેલા કેપ્ટન બની ગયા જેમણે ત્રણે ટ્રોફીઓ પોતાના નામે કરી છે.

ધોની માત્ર કેપ્ટન જ નહીં પરંતુ બેટિંગમાં પણ ખાસા સફળ રહ્યા છે. ધોનીએ વિશ્વ ક્રિકેટનો સૌથી સારા ફિનિશરના રૂપમાં માનવામાં આવે છે. જેમણે બેટિંગથી ભારતીય ક્રિકેટને ખૂબ જ કામયાબી અપાવી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ વન ડે ક્રિકેટના ઈતિહાસમાં ૧૦ હજારથી વધારે રન બનાવી ચૂકયા છે. જેમાંથી ધોની ૫-૬ ઉપર સૌથી વધારે વખત બેટિંગ કરી છે. આનાથી નીચેના ક્રમ ઉપર આવીને ધોનીએ પોતાના વન-ડે કરિયરમાં ૨૧૨ દાવમાં ૭૩૩૩ રન બનાવ્યા છે.

(3:18 pm IST)