Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ઘણા સમયથી ક્રિકેટની દૂર રહેલ ક્રિકેટર શ્રી સંતે હવે શાનદાર બોડી બનાવી ફિલ્‍મોમાં ઝુંકાવ્‍યું : બોડીનું પરિવર્તન પોતાની કન્‍નડ ‘કેમ્‍પેગોડા’ ફિલ્‍મ માટે કર્યુ

મુંબઇ : ઘણા સમયથી ક્રિકેટથી દૂર રહેલ ક્રિકેટર ‌શ્રી સંતે શાનદાર બોડી બનાવી ફિલ્‍મોમાં ઝુકાવ્યું છે. આ બોડીનું પરિવર્તન પોતાની કન્‍નડ ‘કેમ્‍પેગોડા’ ફિલ્‍મ માટે કર્યુ છે. 

ઘણા સમયથી ક્રિકેટથી દૂર રહેલ શ્રીસંત હવે ફિલ્મી દુનિયામાં હાથ અજમાવવા માટે તૈયાર છે. હાલમાં જ તેની એક તસવીર સામે આવી, જેને સોશિયલ મીડિયા પર બધાને હૈરાન કરી દીધા, આના પાછળનું કારણ છે ભયંકર ટ્રાસફોર્મેશન, જેમાં તેને શાનદાર બોડી બનાવી લીધા છે. જો કે, આ પરિવર્તન તેને પોતાની આવનાર કન્નડ ફિલ્મ 'કેમ્પેગોડા 2' માટે કર્યું છે. હવે તેવામાં જોવાનું છે કે, ફિલ્મોની દુનિયામાં શ્રીસંત કેટલો આક્રમક દેખાય છે.

ક્રિકેટર એસ શ્રીસંતની સ્ટોરી કોઈ બોલીવૂડની ફિલ્મની કોઈ સ્ક્રિપ્ટથી ઓછી રોમાંચક નથી. આમાં એક તરફ દેશ માટે રમનાર ક્રિકેટર છે, તો બીજી તરફ ક્રિકેટને કલંકિત કરવાનો આરપી ખેલાડી. એક તરફ મસ્તમૌલા વ્યક્તિ છે તો બીજી બાજુ જેલની હવા ખાનાર ગુન્હેગાર છે. પાછલા 13 વર્ષમાં એસ શ્રીસંતે ઘણા જીવન જીવી લીધા છે.

શાંતાકુમારન શ્રીસંત, લાંબો કદ, કસાયેલ શરીર અને આંખોમાં આક્રમતા, આ જ બોલર માટે સૌથી જરૂરી હોય છે. તેથી તો 2005માં પ્રથમ વખત શ્રીસંત ટીમ ઈન્ડિયાનો હિસ્સો બન્યો હતો પછી ટીમમાં જ રહી ગયો. મેદાન બહાર એકદમ શાંત અને સુશીલ, પરંતુ મેદાન પર આવતાની સાથે જ આક્રમક અને ક્યારેક-ક્યારેક તો ઝગડાખોર પણ જઈ જતો હતો. કેટલાક લોકોને આ પસંદ આવ્યું તો કેટલાક લોકોને નાપસંદ, પરંતુ શ્રીસંતે આ સ્વભાવે એક અલગ ઓળખ આપી. જે સમયે ભારતીય ફાસ્ટ બોલરોમાં આક્રમતાની ઉણપ જોવા મળી રહી હતી, તે સમયે શ્રીસંતે વિદેશી બોલરો જેવો વર્તન બતાવ્યો. આ કારણે જ કેપ્ટનોના નાપસંદ રહીને પણ શ્રીસંત ટીમમાં બનેલો રહ્યો.

પરંતુ આવા ક્રિકેટરની આંખોમાં જો આંસૂ જોવા મળે તે પણ મેદાન પર તો કોઈને પણ હૈરાની થઈ શકે છે. 25 એપ્રિલ 2008માં હરભજન સિંહ અને એસ. શ્રીસંત વચ્ચે મેદાન પર થયેલો ઝગડો આઈપીએલનો અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધારે ચર્ચામાં રહ્યો. 25 એપ્રિલ 2008ના દિવસે રમાયેલ કિંગ્સ ઈલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલ મેચ દરમિયાન હરભજનસિંહે કથિત રૂપે શ્રીસંતને થપ્પડ ફટાકારી હતી. તે પછી શ્રીસંત મેદાન પર બાળકોની જેમ રડતો જોવા મળ્યો હતો.

જો કે, આ આખા ડ્રામાના પાંચ વર્ષ પછી શ્રીસંતે દાવો કર્યો હતો કે, તે આખી બાબત ફિક્સની હતી અને તેમને હરભજને થપ્પડ મારી નહતી. જો કે, હવે જૂની બધી વાતોને એક બાજું મુકીને શ્રીસંત હવે એક નવા કરિયરની શરૂઆત કરવા જઈ રહ્યો છે. તેવામાં જોવાનું રહેશે કો, શ્રીસંતને પોતાનો બદલાયેલો રૂપ કેટલો કામ આવે છે તે તેની ફિલ્મ જોયા પછી જ ખબર પડશે.

(12:18 am IST)