Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

મહેન્દ્ર સિંહ ધોનીઅે ટીમ ઇન્ડિયા અને તેની પત્ની તથા પુત્રી સાથે ઉજવ્યો ૩૭મો જન્મદિવસ પુત્રી જીવાઅે ગીત ગાઇને જન્મદિવસની શૂભેચ્છા આપી અને કહ્યું કે હેપ્પી બર્થ ડે પાપા, આઇ લવ પાપા, તમે ઘરડા થઇ રહ્યા છો

રાંચીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અેમઅેસ ધોનીઅે પોતાના ૩૭મા જન્મદિવસની ટીમ ઇન્ડિયા અને તેની પત્ની તથા પુત્રી સાથે ઉજવણી કરી હતી.

એક સમયે કેપ્ટન કૂલ તરીકે ઓળખાતો એમએસ ધોની આજે પોતાનો 37મો બર્થડે ઉજવી રહ્યો છે. ધોનીના ચાહકો પણ સવારથી જ તેના બર્થડેની શુભેચ્છાઓનો ટ્વીટર પર વરસાદ વરસાવી રહ્યા છે. ધોનીની ન જોઈ હોય તેવી તસવીરો, તેની અજાણી વાતો આજે સોશિયલ મીડિયા પર જોરદાર શેર થઈ રહી છે. 

મહેંદ્ર સિંહ ધોની આજે 37 વર્ષનો થયો છે. ટીમ ઈન્ડિયા અને પત્ની તેમજ પુત્રી સાથે ધોનીએ પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. ત્યારે ઝીવાએ પપ્પા ધોનીને સ્પેશિયલ રીતે વિશ કર્યું. ઝીવાએ પપ્પા માટે બર્થ ડે સોન્ગ ગાયું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં ઝીવા બર્થ ડે સોન્ગ ગાઈને ધોનીને વિશ કરે છે. ઝીવા કહે છે કે, “હેપ્પી બર્થ ડે પાપાઆઈ લવ પાપા..તમે ઘરડા થઈ રહ્યા છો

ધોનીની પત્ની સાક્ષીએ પણ ધોની માટે ખાસ પોસ્ટ મૂકી છે. સાક્ષીએ લખ્યું કે, “હેપ્પી બર્થ ડે ટુ યુ. શબ્દોમાં કહેવું અઘરું છે કે તમે કેટલા સારા વ્યક્તિ છો. આ 10 વર્ષમાં હું તમારી પાસેથી ઘણું બધું શીખી છું. અને હજુ પણ શીખી રહી છું. થેન્ક્યૂ મારું ધ્યાન રાખવા માટે, લાઈફને સરળ અને પ્રેક્ટિકલી જીવવા માટે. ઘણો બધો પ્રેમ અને થેન્ક્યૂ મારા જીવનમાં આવીને મારું જીવન વધારે સુંદર બનાવવા માટે.

જો કે આ પહેલીવાર નથી કે ઝીવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હોય. અગાઉ પણ ઝીવાના ઘણા મજેદાર વીડિયો વાયરલ થયેલા છે.

(5:37 pm IST)
  • મોરબીમાં ઝીકાયો એકાંતરા પાણીકાપ : શહેરની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમમાં પાણી થયું તળિયાજાટક : શહેરીજનોમાં ફેલાયું ઘેરી ચિંતાનું મોજું access_time 9:16 pm IST

  • નવસારીના ચીખલીના કુકેરી ગામે કાવેરી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે. બીજા પણ 9 જેટલા નાના ચેકડેમ ઓવરફ્લો થયા છે. ચેકડેમને લઈને કુકેરી ગામના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ચેકડેમ ઉંડો કરવાની રજૂઆત તંત્રને અનેક વખત કરી હોવા છતાં કોઇ જ પગલાં ન લેવાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. access_time 7:18 pm IST

  • રાજકોટમાં ગુજરીબજારમાં થયેલ લૂંટ નર્યું નાટક:મહિલાને પૈસાની જરૂર હોય કોલકાતાથી આવેલ કાકાના પૈસા બોયફ્રેન્ડને પહોંચાડવા માટે પૂર્વયોજિત રીતે કારસ્તાન ઘડ્યું હતું : છરીના છરકા લૂંટારૃઓએ લૂંટ કર્યાનું નાટક ખુલ્યું :ફરિયાદી યુવતીએ જાતે જ બ્લેડના છરકા કરીને પોતાને ઇજા પહોચાડેલ ;પ્રાથમિક દ્રષ્ટિએ જ શંકસ્સ્પદ લાગતી ફરિયાદમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતી એ ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ અને પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોટ access_time 11:25 pm IST