Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ટીમ ઇન્ડિયાના ઝડપી બોલરોના કારણે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝમાં જીત મળી શકે છે: રાહુલ દ્રવિડ

નવી દિલ્હી:ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ઇન્ડિયા-એના કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું છે કે, ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમને જીત મળી શકે છે. ટીમ ઇન્ડિયાના ઝડપી બોલરોના કારણે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝમાં જીત મળી શકે છે. 
રાહુલ દ્રવિડ છેલ્લા ભારતીય કેપ્ટન છે જેને વર્ષ ૨૦૦૭ માં ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ સીરીઝમાં જીત પ્રાપ્ત કરી હતી. તેમને તે ટીમની તુલના કરતા જણાવ્યું છે કે, આ ટીમ અને તેમના બોલર લગભગ એક જેવા જ છે. લોકેશ રાહુલે જણાવ્યું છે કે, ટેસ્ટ મેચમાં બોલરોનું મહત્વનું યોગદાન હશે અને તમારે જીત માટે ૨૦ વિકેટની જરૃરત હોય છે. વર્ષ ૨૦૦૭માં અમારી ટીમમાં શાનદાર ઝડપી બોલર રહ્યા હતા અને તે સમયે પણ ભારતીય ટીમમાં એકથી એક ઝડપી બોલર રહ્યા હતા. પરંતુ અમારા બોલરો સંપૂર્ણપણે ફીટ રહેશે તો ભારતની પાસે ટેસ્ટ સીરીઝ જીતવાની તક છે.

(5:07 pm IST)