Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ફિફા વર્લ્ડ કપ: બ્રાજીલને બહાર કરી બેલ્જીયમ 32 વર્ષ પછી સેમિફાઇનલમાં

નવી દિલ્હી: જાયન્ટ કિલર બેલ્જીયમે 5 વખતની ચેમ્પિયન બ્રાજીલને બહાર કરીને ફિફા વર્લ્ડ કપ 32 વર્ષ પછી સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. બેલ્જીયમે આ પહેલા એકમાત્ર વર્ષ 1986માં સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી અને ત્યારે તે ચોથા સ્થાન પર હતી. બેલ્જીયમે 1986 પછી હવે 2018માં જઈને અંતિમ ચારમાં જગ્યા બનાવી છે અને પાંચ વખતની ચેમ્પિયન  બ્રાજીલને 2-1થી હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધી છે,.32 વર્ષ પછી સેમિફાઇનલમાં પહોંચેલ બેલ્જીયમ હવાઈ અંતિમ ચારમાં 1998ની વિજેતા ફ્રાન્સ સાથે ટક્કર લેશે જેને ક્વાર્ટર ફાઇનલમાં ઉરૂગ્વેને 2-0થી હરાવ્યું હતું. બ્રાજીલ ગયા વિશ્વ કપમાં પોતાની મેજબાનીમાં જર્મનીથી સેમિફાઇનલમાં 1-7થી હાર્યું હતું અને આ વખતે ક્વાર્ટરફાઇનલમાં બેલ્જીયમ સામે હારનો સામનો કરવો પડ્યો છે.

બેલ્જિયમે બ્રાઝિલને ૨-૧થી પરાજય આપીને વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ૩૨ વર્ષ પછી પ્રવેશ મેળવ્યો હતો. બ્રાઝિલના ફર્નાન્ડીનોએ ૧૬મી મિનિટમાં સેલ્ફ ગોલ કરીને આત્મઘાતી ગોલ કરતાં બેલ્જિયમે ૨-૦ની સરસાઇ મળી હતી. જે તેઓએ વર્લ્ડકપમાં બહાર કરવા માટે નિમિત્ત બની હતી. ત્યાર પછી બેલ્જિયમના બુથને ૩૧મી મિનિટમાં બીજો ગોલ ફટકારી બ્રાઝિલ પર દબાણ વધાર્યું હતું. હાઇ ટાઇમે બેલ્જિયમ ૨-૦ની સરસાઇ ધરાવતું હતું. હાફટાઇમ બાદ બ્રાઝિલને ઓગસ્ટોએ ૭૬મી મિનિટમાં ગોલ કરીને વળતી લડત આપતાં સ્કોર ૨-૧ થયો હતો. તે પછી બ્રાઝિલના જોરદાર આક્રમણ છતાં બેલ્જિયમે ભારે હરોળ રચી બ્રાઝિલનો સ્કોર સરભર કરવા દીધો નહોતો. આ સાથે બ્રાઝિલ છેલ્લા ચાર વર્લ્ડકપમાંથી ત્રણ વર્લ્ડકપના  ફાઇનલમાં નથી પહોંચી શક્યું. હવે સેમિ ફાઇનલમાં બેલ્જિયમ અને ફ્રાન્સ વચ્ચે મુકાબલો થશે.

(5:04 pm IST)
  • ગાંધીનગર: યુવા ત્રિપુટી સામે દારૂ રેડ અંગે નોંધાયેલ ફરિયાદ અંગે ઘટસ્ફોટ : પ્રવીણ ભરવાડ નામના શખ્સે મૂકી હતી દારૂની પોટલીઓ : મકાન માલિક કંચનબા મકવાણાએ પોલીસ ને આપેલ નિવેદનમાં ઘટસ્ફોટ : પ્રવીણ ભરવાડ મુકેશ ભરવાડ ચેતન ઠાકોર સહિત ના માણસોએ ધાંધલ ધમાલ મચાવી access_time 6:48 pm IST

  • ખિસ્સાવાળા જેકેટમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્શોની સુરતના મહિધરપુરાથી ધરપકડ :બંને દમણથી ખિસ્સાવાળા જેકેટમાં દારૂની બોટલ લાવ્યા હતા :જેકેટ ઉપરાંત પગમાં પણ સેલોટેપ મારીને દારૂની બોટલો સંતાડીને લાવ્યા હતા.:આ બંને પાસેથી 96 જેટલી દારૂની બોટલ શરીર પરથી પોલીસે કબજે કરી access_time 1:34 am IST

  • વરસાદે સર્જી જાપાનમાં તારાજી : જાપાનના પશ્ચિમ વિસ્તારમાં જોરદાર પૂર તથા ભેખડો ધસી પડવાને કારણે આશરે ૫૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને સેકડો લોકો લાપતા થયા છે. મોટાભાગનાં મૃત્યુ હિરોશીમા પ્રદેશમાં થયાં છે. હિરોશીમા પ્રદેશમાં ગુરુવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને હજ્જારો ઘરોને નુકસાન થયું છે. આશરે 15 લાખ લોકોને તેમના ઘર છોડીને સલામત સ્થળે જતા રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. હજ્જારો પોલીસ કર્મચારીઓ, ફાયર ફાઈટર્સ અને સૈનિકો શોધ તથા બચાવ કામગીરીમાં જોડાયા છે. આગામી કેટલાક દિવસોમાં વધુ વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. access_time 11:12 pm IST